અમિતાભ બચ્ચન પાસે પોતાની ગાડીને ધક્કા મરાવતો હતો આ એક્ટર
મુંબઈ, હિન્દી સિનેમાનો તે દિગ્ગજ એક્ટર જેણે તેના કરિયરમાં લગભગ દરેક એક્ટ્રેસ સાથે કામ કર્યું. આજે પણ લોકો તેમના ડાયલોગ્સને ભૂલી શક્યા નથી. એક્ટરની દીકરી પણ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ રહી છે. આજે પણ લોકો આ એક્ટરના પાત્ર, ડાયલોગ અને એક્ટિંગને ભૂલી શક્યા નથી.
પોતાની શાનદાર એક્ટિંગના દમ પર આ દિગ્ગજ એક્ટરે એક અલગ જ સ્થાન હાંસલ કર્યું. હવે ઉંમરના આ તબક્કે પણ આ એક્ટર ઓટીટી પર હાથ અજમાવી રહ્યો છે. પોતાના ધમાકેદાર અવાજ માટે જાણીતો આ એક્ટર બીજું કોઈ નહીં પણ શત્રુÎન સિંહા છે.
શત્રુઘ્નની મુમતાઝ સાથે એટલી સારી મિત્રતા હતી કે તે તેના માટે એક હિટ ફિલ્મ છોડવા માટે તૈયાર થઇ ગઇ હતી. આ એક્ટરની રાજેશ ખન્ના સાથે પણ ખૂબ સારી મિત્રતા હતી. શત્રુÎને અમિતાભ બચ્ચન સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે.૧૯૭૦ની મોટી હિટ ફિલ્મ ‘ખિલૌના’માં કામ કરવાનો મોકો શત્રુÎનને મુમતાઝના કારણે મળ્યો હતો.
ટીએલવી પ્રસાદે તેને ફિલ્મમાં એક નાનો પરંતુ સારો રોલ આપ્યો હતો. પરંતુ બાદમાં જ્યારે શત્રુÎનને ફિલ્મમાંથી હટાવવામાં આવી રહ્યા હતા ત્યારે મુમતાઝે કહ્યું હતું કે તે પણ આ ફિલ્મ છોડી દેશે, ત્યારબાદ બાદમાં એક્ટરને ફિલ્મમાં કામ કરવાની તક મળી.પરફેક્શનમાં પણ તેની ટક્કરનું કોઇ નહતું. ૧૯૮૦માં આવેલી ફિલ્મ ‘દોસ્તાના’ દરમિયાન શત્રુÎન સિન્હાના મેકઅપ મેનનું નિધન થયું હતું, જેના કારણે તે ઘણા દિવસો સુધી શૂટ પર આવ્યા ન હતા. એક દિવસ તે અચાનક સેટ પર આવી ગયા અને તેણે રિહર્સલ કર્યા વગર પોતાનો શોટ પૂરો કર્યો.
આ જોઈને ખુદ અમિતાભ પણ દંગ રહી ગયા હતા.શત્રુÎન સિન્હાની અમિતાભ પણ સાથે ખૂબ સારી મિત્રતા છે. એકવાર બંને સાજિદ ખાનના ચેટ શોમાં આવ્યા અને એકબીજા સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. પરંતુ એક એવી ઘટના બની જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. હકીકતમાં બિગ બીએ કહ્યું હતું કે તે દિવસોમાં માત્ર શત્રુÎન સિન્હા પાસે જ કાર હતી.
જો કે તેમણે એક્ટરની કારની ખૂબ મજાક પણ ઉડાવી હતી.અમિતાભ બચ્ચને કહ્યું કે એક દિવસ અમે બધા મિત્રો સિન્હા સાહેબની કારમાં બેસીને ફિલ્મ જોવા જઈ રહ્યા હતા, તે સમયે તેમની ખટારાની કાર ખરાબ થઇ ગઈ. તે સમયે પણ બધાને ‘ખામોશ’ કરાવનાર એક્ટર પોતે કારમાં બેસી જતા હતા જ્યારે બીજા બધાએ કારને ધક્કો મારવો પડતો હતો. હું પોતે પણ તેની કારને ધક્કો મારતો હતો.SS1MS