આનંદ આહુજા-સોનમ કપૂરની રોમેન્ટિક તસવીર થઈ વાયરલ
મુંબઈ, બોલિવૂડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કપલમાંથી એક સોનમ કપૂર અને આનંદ આહુજા છે. આ કપલે ૮ મેના રોજ લગ્નના ૬ વર્ષ પૂરા કર્યા અને જશ્નનો માહોલ બનાવ્યો. એક્ટ્રેસ સોનમ કપૂર હંમેશા એની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે.
લગ્ન પછી સોનમ કપૂર ફિલ્મોથી દૂર રહે છે, પરંતુ સોશિયલ મિડીયામાં સુપર એક્ટિવ રહેતી હોય છે. આ સાથે લગ્ન પછી મસ્ત રીતે પતિ અને દિકરા સાથે એન્જોય કરી રહી છે. સોનમ કપૂર આજે એની છઠ્ઠી એનિવર્સરી પર પતિ આનંદ આહુજા સાથે મસ્ત તસવીરો શેર કરી છે.
આ સાથે મસ્ત કેપ્શન પણ લખ્યુ છે. આ પોસ્ટ અને તસવીર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે.અનિલ કપૂરની દીકરી અને મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ સોનમે બુધવારના રોજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ આનંદ સાથે મસ્ત રોમેન્ટિક તસવીર શેર કરી છે.
આ રોમેન્ટિક તસવીર સાથે કેપ્શનમાં મસ્ત નોટ લખી છે. કેપ્શનમાં લખ્યુ છે કે..મને આટલો પ્રેમ આપવા માટે ધન્યવાદ..માય લવ માય એવરીથિંગ હેપ્પી એનિવર્સરી. તારો પ્રેમ અને સપોર્ટ મારા માટે હંમેશા સહારો બની રહે છે જે સંબંધોને વધારે મજબૂત બનાવે છે.
તમારી સાથે લગ્ન કરવા મારા લાઇફનો સૌથી મહત્વનો નિર્ણય હતો. આપણે બન્ને સાથે એક સ્વર્ગમાં રહીએ છીએ. હું તમને એટલો પ્રેમ કરું છું કે કહી શકતી નથી.સોનમ કપૂરે પહેલી તસવીરમાં ગોલ્ડન કલરનો સલવાર સૂટ પહેર્યો છે.
આનંદે બ્લુ કલરના ચેક્સ કુર્તામાં જોઇ શકો છો. બન્નેએ એક વર્ષના દિકરા વાયુ સાથે શેર કરીને સોફ્ટ ટોય બતાવી રહી છે. આ તસવીરમાં વાયુએ વ્હાઇટ કલરનો કુર્તો પાયજામો પહેર્યો છે. બીજી સ્લાઇડમાં એક વીડિયો છે જે સોનમે બનાવ્યો છે જેમાં આનંદ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.SS1MS