Western Times News

Gujarati News

RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ AC વિનાના ક્લાસરૂમમાં અભ્યાસ કરવા મજુબર

ભરૂચની સ્કુલમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતમાં આરટીઈ હેઠળ સરકારના નિયમ મુજબ દરેક સ્કૂલમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે.તો બીજી તરફ શહેરની ધણી શાળાના સંચાલકોએ સરકારના નિયમનોને નેવે મૂકી દીધા હોય તેવી ઘટના ભરૂચની એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલ માંથી સામે આવી છે.

જેમાં ધોરણ ૧ ના ૬ વર્ગ પૈકી ફ્રી આપી અભ્યાસ કરતા ૧ થી ૫ વર્ગમાં એસી અને ડિજિટલ બોર્ડ મુકવામાં આવ્યા છે જયારે આરટીઈ હેઠળ અભ્યાસ કરતા ધોરણ ૧ ના વિદ્યાર્થીઓને એસી વિનાના તેમજ અન્ય એકટીવી ન કરાવાતી હોવાના પગલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

જોકે સમગ્ર ઘટના જીલ્લા શિક્ષણીધાકરી પાસે પહોંચતા તપાસ કરવામાં આવી હતી તો શિક્ષણ મંત્રીએ પણ ઘટનાની ગંભીરતા જોઈ તપાસના આદેશ આપ્યા હતા.

ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર લુવારા ગામ નજીક આવેલ એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને સોશ્યલ એકટીવી અને એસી વિનાના વર્ગમાં બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી નેતા યોગી પટેલની આગેવાનીમાં વાલીઓ સ્કૂલ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં તપાસ કરવામાં આવતા સ્કૂલમાં ફી ભરી અભ્યાસ કરતા ધોરણ ૧ ના એ થી ઈ ના પાંચ વર્ગમાં એસી લગાડેલા હતા.

જયારે એફ વર્ગ એટલે કે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ એસી વિનાના વર્ગમાં અને ડિજિટલ બોર્ડ વિના અભ્યાસ કરતા જોવા મળ્યા હતા.જેથી આ બાબતે શાળા સંચાલકનો સંપર્ક કરતા શાળાના ડિરેક્ટર ઉત્પલ શાહએ કહ્યું હતું કે

આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ અન્ય એકટીવી કરવી હોય તો એક્સ્ટ્રા ફ્રી આપવી પડશે અને એસી વર્ગમાં અભ્યાસ કરવો હશે તો જીલ્લા શિક્ષણ અધિકારી અમોને કહેશે તો એસી વર્ગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીશું કહી પોતાનો બચાવ કર્યો હતો.

વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે.જેથી વિદ્યાર્થીઓ ઉપર ખરાબ અસર થઈ રહી છે.જો વાલીઓ સક્ષમ હોત તો સરકારના નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યો ન હોત

અને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તે ગંભીર બાબત છે.શું સ્કૂલ સંચાલકો સરકારની ઉપર છે તેવા આક્ષેપ સાથે જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવા પહોંચતા જાહેર રજા હોવાના કારણે કચેરીમાં બંધ હોવાથી વાલીઓએ વીલા મોઢે પરત ફરવું પડયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.