Western Times News

Gujarati News

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કામદારોનું કરવામાં આવતું હતું શોષણ: પગાર ચૂકવવાનો હાઇકોર્ટનો આદેશ

પ્રતિકાત્મક

બે કામદારોને સરકારના જાહેર કરેલ પરિપત્ર મુજબ પગાર ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ

જિલ્લા આરોગ્ય અધિકારી ગોધરા પંચમહાલ હસ્તક ચાલતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર અને રીછવાણીના કામદારોનું શોષણ કરવામાં આવતું હતું 

(પ્રતિનિધિ) ગોધરા, જિલ્લા આરોગ્ય અધિકારી ગોધરા પંચમહાલ હસ્તક ચાલતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર અને રીછવાણી ના બે કામદારોને સરકારશ્રીના તારીખ ૧૬ ૭ ૧૯ ના જાહેર કરેલ પરિપત્ર મુજબ માસિક રૂપિયા ૧૪,૮૦૦ મુજબ પગાર ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટ આદેશ

કમિશનર શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર ના નેજા હેઠળ ચાલતી જિલ્લા આરોગ્ય અધિકારી હસ્તકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધારાપુર તાલુકો શહેરા જિલ્લો પંચમહાલમાં ૧૯૯૬ થી પ્યુન કમ સફાઈ કામદાર તરીકે કાંતિભાઈ પી રાવળ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રીછવાણી તાલુકો ઘોઘંબા પંચમહાલ માં ૨૦૦૨ થી પટાવાળા કમ પ્યુન તરીકે ફરજ બજાવતા ભરતભાઈ મગનભાઈ હરીજન ને સંસ્થાએ ફરજ ઉપર રાખ્યા

તે સમયે સંસ્થાની સરળતાથી લઈ પેપર એરેજમેન્ટ પુરતા અંશકાલીન કામદાર તરીકે હુકમો આપી તેમની પાસે પૂરા આઠ કલાકની કામગીરી લેવામાં આવતી હતી તે પેટે ચૂકવવા પાત્ર થતા લઘુતમ વેતન ધારા કરતા ખૂબ જ ઓછો પગાર ચૂકવી કામદારોનું શોષણ કરવામાં આવતું હતું ફક્ત તેઓને ૧૩૫૦ જેટલું પગાર ધોરણ ચૂકવી શોષણ કરવામાં આવતું હતું

જેને લઇ અરજદારોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ.એસ ભોઈ ને રૂબરૂમાં મળી તેઓને થયેલા અન્યાય બાબતે રજૂઆત કરતા ફેડરેશન દ્વારા લાગતા વળગતા સત્તાધીશોને સરકારશ્રીના તારીખ ૧૬/૭/૧૯ મુજબ માસિક રૂપિયા ૧૪,૮૦૦ તથા પરિપત્રમાં જણાયા મુજબ ની તારીખથી પગાર તથા બાકી નીકળતા પગાર તફાવતની રકમ પણ ચૂકવી આપવા જાણ કરે પરંતુ સત્તાધીશો દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવેલ ન હતો

પરંતુ ફરજ બજાવતા કામદારોને તેમના મહેતાના પેટે ચૂકવવામાં આવતો પગાર માંગણી બાબત ની કિન્નાખોરી રાખી પગાર ચૂકવવાનું પણ બંધ કરી દેવામાં આવેલ જેને લઇ ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૮૩ ૬૭/ ૨૧ તથા ૮૫ ૩૭/૨૧ દાખલ કરવામાં આવે તે કામે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ દિપક આર દવે હાજર રહેલ અને કેસમાં પડેલ પુરાવા આધારિત બંને પક્ષકારોના વકીલોની દલીલ સાંભળી અરજદારોને સરકારસરકારના પરિપત્ર મુજબ ૧૪,૮૦૦ પઞાર પરિપત્ર ની તારીખથી અમલ કરી ચૂકવવો તેમજ તેમના નીકળતા
પગાર તફાવતની રકમ ચૂકવી આપવાનો આદેશ કરે જે આદેશ અમલ કરવા સત્તાધીશોને નોટિસ પણ પાઠવે ના છૂટકે હુકમ નું પાલન કરવા બાબતે કન્ટેમન્ટ અંગેની કાનૂની કાર્યવાહી હાથ ધરાતા નામદાર ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક અસરથી એટલે કે અરજદારોને ચાર અઠવાડિયામાં પરિપત્ર મુજબના લાભો ચૂકવી આપવાનો આખરી આદેશ ફરમાવતા કામદારોમાં આનંદની લેહર વ્યાપી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.