Western Times News

Gujarati News

કરમબેલા ખાતે નવનિર્મિત આશ્રમશાળાનું લોકાપર્ણ

આશ્રમશાળાઓ  બાળકોને સંસ્‍કાર સાથે શિક્ષણ પુરૂ પાડે છે  એમ  હળપતિ સેવાસંધ બારડોલી સંચાલિત  આશ્રમશાળા કરમબેલાના નવા મકાનના લોકાપર્ણ અવસરે  આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજયમંત્રી શ્રી રમણલાલ પાટકરે  જણાવ્‍યું હતું. આ આશ્રમશાળાના મકાનમાં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા સાથેની વિવિધ સુવિધાઓથી સજજ કરાયો છે.

આ અવસરે મંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, સમર્પણની ભાવના  હોય ત્‍યારે સમાજ સેવા કરી શકાય છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હળપતિ સેવાસંધ દ્વારા  આદિવાસી વિસ્‍તારોમાં આશ્રમશાળાઓ શરૂ કરી શિક્ષણ યજ્ઞ કરીને સમાજમાં શિક્ષણ પુરૂ પાડયું છે. રાજય સરકાર દ્વારા પણ શૈક્ષણિક સંસ્‍થાઓને પ્રોત્‍સાહન મળી રહે તે માટે સી.એસ.આર હેઠળ આવરી લઇ ભંડોળ પુરૂ પાડી રહી છે.  આદિવાસી વિસ્‍તારોમાં બાળકોને ભૌતિક સુવિધાઓ સાથે  શિક્ષણ મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરી છે. આજે ગામડાના બાળકો પણ શહેરના બાળકો સાથે સ્‍પર્ધા કરતા થયા છે.

હળપતિ સેવાસંધના પ્રમુખ અરવિંદભાઇ દેસાઇએ તેમના સ્‍વાગત પ્રવચનમાં  જણાવ્‍યું હતું કે,  સમાજને આગળ વધારવા શિક્ષણ જરૂરી છે. શિક્ષણ વિના સમાજ અધુરો છે.  આશ્રમશાળાઓ થકી બાળકોમાં રહેલી શકિતને બહાર લાવવાનો પ્રયાસ કરાયો છે. આ અવસરે તેમણે સેવાસંધ દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક કાર્યની ઝાંખી કરાવી હતી.

અવસરે આશ્રમશાળાની બાળાઓ દ્વારા સ્‍વાગત, પ્રાર્થના ગીત રજુ કરાયા હતા. આ અવસરે સંસ્‍થાના પ્રમુખ  સંજયભાઇ દેસાઇ, અગ્રણી અમરસિંહભાઇ ચૌધરી, માધુભાઇ ચૌધરી, ભગુભાઇ, ગણપતભાઇ ગામીત, મુકેશભાઇ, સરપંચ ફાલ્‍ગુનીબેન, આશ્રમશાળા અધિકારી રાણા સહિત શાળાના આચાર્ય, શિક્ષકો વાલીગણ, ગામજનો અને વિદ્યાથીસ્‍ઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.