ફેમિનિઝમ મુદ્દે રિચા ચઢ્ઢા અને નોરા ફતેહી આમને સામને
મુંબઈ, રિચા ચઢ્ઢા હાલ તેની તાજેતરમાં રીલિઝ થયેલી સિરીઝ ‘હીરામંડી –ધ ડાયમંડ બાઝાર’ની સફળતા અને પ્રશંસાની મજા માણી રહી છે, રિચાના પાત્ર લજ્જોને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
હાલમાં રિચા ચઢ્ઢા તેની પ્રેગનન્સીના આખરી તબક્કામાંથી પસાર થઈ રહી છે, પરંતુ રિચા એક એવી એક્ટ્રેસ છે જે ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને જે તકલીફોનો સામનો કરવો પડે છે તે અંગે પોતાના વિચારો રજૂ કરવામાં ક્યારે ખચકાતી નથી.
તાજેતરમાં નોરા ફતેહીએ ફેમિનિઝમ અંગે એક નિવેદન કર્યું હતું, જે ઘણું ચર્ચામાં હતું. અંગે હવે રિચાએ પોતાનો મત રજૂ કરતાં કહ્યું છે કે, એક પાગલ એક્ટ્રેસે જે પણ કહ્યું તેની સાથે રિચા બિલકુલ સહમત નથી.
ફેમિનિઝમ વિશે વાત કરતાં રિચાએ કહ્યું કે, ફેમિનીઝમની એક મજાની વાત એ છે કે જે લોકોને ફેમિનીઝમના નામે ફાયદો ઉઠાવવો હોય અને પછી પોતે ફેમિનિસ્ટ છે, તે સ્વીકારવું ન હોય તેવા લોકોને પણ ફેમિનીઝમ સ્વીકારે છે.
તેણે આગળ જણાવ્યું કે, આજે કોઈ પોતાની કરિયર બનાવી શકે છે, પોતાને જે પહેરવું હોય તે પહેરી શકે કે પછી સ્વતંત્ર જીવન જીવી શકે છે, તે માત્ર ફેમિનીઝમના કારણે જ છે અને તેમની પહેલાની સ્ત્રીઓએ નક્કી કર્યું કે, મહિલાએ પણ બહાર જઇને કામ કરવું પડશે અને ઘેર ન બેસી શકાય.
રિચાએ આગળ કહ્યું કે, “દરેકની ભૂમિકા નિશ્ચિત છે, સ્ત્રી કે પુરુષ તરીકે નહીં, પરંતુ એક બાળકને આ વિશ્વમાં લાવનારા વ્યક્તિઓની જવાબદારી તરીકે. એક સ્ત્રીએ આ જ રીતે રહેવું જોઈએ અને આ રીતે નહીં, એવી વાત સાથે હું સંપૂર્ણ સહમત નથી.
મને તો આશ્ચર્ય થાય છે કે આવું ખરેખર કહેવાયું છે.” એક પોડકાસ્ટમાં નોરા ફતેહીએ કહ્યું હતું કે તે મારે કોઈની જરૂર નથી એ વિચાર અને ફેમિનીઝમમાં માનતી નથી. તેણે આગળ એવું પણ કહ્યું કે, ફેમિનીઝમે આપણા સમાજની દુર્દશા કરી નાંખી છે.
આગળ તેણે એમ પણ કહ્યું કે, “જે લોકો એવું માનતા હોય કે, વારસાગત રીતે સંપુર્ણ સ્વતંત્ર રહેવું, લગ્ન ન કરવા કે બાળકો ન હોવાં કે ઘરમાં સ્ત્રી પુરુષની અલગ ભૂમિકા ન હોવી, જ્યાં પુરુષ કમાઇને લાવે છે અને ભરણ પોષણ કરે છે જ્યારે સ્ત્રી બધાની કાળજી રાખે છે – એ હું માનતી નથી.
હું માનું છું કે મહિલાઓનું કામ કાળજી લેવાનું અને પાલન પોષણનું છે, હા, તેમણે કામ મટે બહાર જવું જોઈએ, તેમનું અંગત જીવન પણ હોવું જોઈએ અને સ્વતંત્ર હોવું જઈએ પરંતુ એક હદ સુધી જ.” જ્યારે અંગત જીવનમાં રિચા ટૂંક સમયમાં માતા બનવી જઈ રહી છે અને અલી ફઝલ સાથે પોતાનાં પહેલાં બાળકને આવકારવાની તૈયારી કરે છે.SS1MS