5 કર્મચારીઓએ કરી તનિષ્કના શોરૂમમાં રૂ. ૧.પ૬ કરોડની ઉચાપત
બે વર્ષથી ચાલતું હતું કૌભાંડ…!!, સ્ટોક ચેક કરતા કુલ ૧૦૪ દાગીના ગાયબ હોવાનું ખુલ્યું હતું
મોરબી, મોબીના રામચોક નજીક આવેલ સોનાના દાગીનાનો તનીષ્ક શોરૂમમાં કામ કરતા તમામ કર્મચારીઓએ એકબીજા સાથે મળી રૂપિયા ૧ કરોડ પ૬ લાખ ૧૪ હજારની ઉચાપત કરી શોરૂમના માલીક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેમાં હાલ પાંચ કર્મચારીઓ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
સમગ્ર કૌભાંડની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના રવાપર લીલાપર રોડ પર પ્લેટીનીયમ હાઈટસ બ્લોક નં.૩૦રમાં રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયા ઉ.વ.પ૪ એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં હરીભાઈ જયંતીલાલ ભટ્ટી રહે. મોરબી પંચાસર રોડ શીવ સોસાયટી ધવલ અલ્પેશભાઈ પટણી રહે. મોરબી ગ્રીનચોક પાસે આશીષ ગુણવંતભાઈ માંડલીયા રહે. મોરબી ઈરફાન સાદીકભાઈ વડગામા
રહે. મોરબી વાવડી રોડ, ભાવના પ્રેમજીભાઈ સોલંકી રહે. મોરબી, વનાળીયયા સોસાયટી તથા તપાસમાં ખુલ્લે તે વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી. મોરબી રામચોક નજીક આવેલ તનીષ્ક સોનાના દાગીનાના શોરૂમમાં આ પાંચેય આરોપીઓ તથા અન્ય જે તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓએ શોરૂમના કુલ ૧૦૪ નંગ સોનાના દાગગીના ગાયબ કરી શોરૂમના ભાગીદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોય.
જેમાં પાંચેય આરોપીઓ શોરૂમમાં કર્મચારી તરીકે નોકરી કરતા હોય અને ઘરેણાં વેચવાની જવાબદારી સંભાળતા હોય ત્યાયરે શોરૂમમાં સ્ટોર મેનેજર તરીકે કાર કામ કરતા આરોપી હરીભાઈ જયંતીલાલ ભટી તેમજ રીટેલ સેલ્સ ઓફીસર તરીકે કામ કરતા ઈરફાન સાદીકભાઈ વડગામાએ શો રૂમમાંથી ગેરકાયયદેસર દાગીના કુલ ૩૭ ગાયબ કરી તેને મુથુટ ફાઈનાન્સ બેકમાં ગગીરવે મુકી તેનો પર હરીભાઈએ ર૯ લાખ અને ઈરફાન વડગામાએ ૧૩ લાખની લોન લીધી હતી.
ત્યારે શોરૂમમાંચ કામ કરતા કર્મચારીઓએ કુલ સોનાના દાગીના નંગ-૭૩ તથા શોરૂમમાંથી દાગીનાની ખરીદી કરેલ દીપકભાઈ પરમારનું દાગીનાની ખોટી રીસીપ બનાવી આપી જે દાગીના દીપકભાઈએ ખરીદ કર્યા હતા તે થોડા દિવસો માટે ઓડીટ આવવાનું છે તેમ કહી પરત લઈ આજદીન સુધી દીપકભાઈએ ખરીદ કરેલા દાગીના નહી આપી
કુલ કિ.રૂ.૧,પ૬,૧૪૦૦૦-જેટલી રકમની ઉચાપત કરી શોરૂમના માલીકો સાથે વિશ્વાસઘાત કરી પોતાના અંગત ફાયદા સારૂ સોનાના દાગીનાની અથવા રોકડા રૂપિયાની વહેચણી કરી ગુનાહીત કાવત્રુ રચી ઉચાપત કરી હતી.