Western Times News

Gujarati News

તમે જે પાઘડી બાંધી છે તેની લાજ નહીં જવા દઉઃ ગેનીબેન ઠાકોર

ઠાકોર સમાજના સમૂહલગ્નોત્સવમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, મારી જિંદગી હવે પછી શિક્ષણ પાછળ સમર્પિત કરીશ

(એજન્સી) વાવ, વાવના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે (MLA from Vav and Congress candidate from Banaskantha Lok Sabha seat Ganiben Thakor) ફરી એકવાર ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. અવસર હતો ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવનો. જ્યાં ગેનીબેન ઠાકોરે સમાજનો આભાર વ્યકત કરતા કહ્યું કે સમાજે રૂપિયા અને વોટ બંને આપ્યા, મારા કરવા કરતા સમાજે મારા માટે ઘણું કર્યું છે. Thakor community’s mass wedding festival

ત્યારે વિશ્વાસ વ્યકત કર્યો કે તમે જે પાઘડી બંધાવી તેની લાજ નહીં જવા દઉ. તો સમાજનું પોતાના પર ઋણ હોવાનો સ્વીકાર કરતા કહ્યું કે ચૂંટણી દરમિયાન ૪૦૦ સભા થઈ પરંતું હજુ તાકાત છે અને પાવર પણ છે તે પોતાની નહીં પણ સમાજની તાકાત છે. આ તકે ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને સ્વનિર્ભર બનાવવા હાંકલ કરી હતી. આટલું જ નહીં દીકરીઓના શિક્ષણ પર પણ ભાર મૂક્યો છે.

ઠાકોર સમાજના સમૂહલગ્નોત્સવમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, મારી જિંદગી હવે પછી શિક્ષણ પાછળ સમર્પિત કરી દઈશ. ઠાકોર સમાજમાં છેલ્લા ૩૦ વર્ષથી ભેગું કરીએ છીએ અને ફરી પાછું વેરાઈ જાય છે. છતાં હજુ એને હાર નહીં સ્વીકારીએ. ઠાકોર સમાજમાં હવે હજાર બે હજાર ના વાપરી શકે તેવું કોઈ કુટુંબ નહિ હોય.

અગાઉના સમયમાં રાજકીય વ્યક્તિના સમૂહ લગ્નમાં નામ નહોતા લખતા. અગાઉ માત્ર સદારામ બાપુનાં નામે જ સમૂહ લગ્ન થતાં હતાં. કોઈ રાજકીય નેતાના નામ નથી લખાતા હતા અને તોય આમ જ ચાલતું હતું. જો કોઈ સમાજ સામે જો કોઈ ભેદભાવ રાખે તો રાખવાનો છે રાખવાનો છે અને રાખવાનો છે.

ઠાકોર સમાજના સમુહ લગ્નમાં અમારે કોઈની સામે ભીખ માગવાની નથી. ગેનીબેન ઠાકોરે અપીલ કરતાં જણાવ્યું કે, તમામ સમાજો સાથે રાખીને સમાજના પ્રસંગો કરવા જોઈએ. વાÂલ્મકી સમાજના સમુહ લગ્નમાં હું ને શંકરભાઈ હતા પરંતુ અમે બંને મહેમાન હતાં. મહેમાનો ગમે ત્યાં જઈ શકે બોલાવે ત્યાં જઈ શકીએ. સમાજને સ્વનિર્ભર બનાવવો જોઈએ. તમારી દીકરીઓને સારી રીતે ભણાવી જોઈએ. વાલીઓ દ્વારા બાળકીને ભણવા માટે મોકલો છો ત્યારે ભાડાની વ્યવસ્થા કે પછી સાધનની વ્યવસ્થા કરાવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.