Western Times News

Gujarati News

આ વર્ષે પણ ચોમાસુ સારું રહેશે: હવામાન વિભાગ

૧ જુનની આસપાસ કેરળમાં વરસાદની થશે એન્ટ્રી

નવી દિલ્હી, દેશમાં ચોમાસું સામાન્ય રીતે સૌથી પહેલું ૧ જૂનની આસપાસ કેરળમાં આવે છે. ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં તે એન્ટ્રી કરે છે, જ્યારે આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે,

હવામાન વિભાગ મુજબ આવતા અઠવાડિયે આંદામાન સમુદ્રમાં ચોમાસાની એન્ટ્રી થશે. દરમિયાનમાં રાજ્યમાં ગઈ કાલે વરસેલા કમોસમી વરસાદથી ગરમીમાં થોડી રાહત અનુભવાઈ છે. એવામાં આજે ફરીથી ગુજરાતના અમુક જીલ્લામાં વરસાદ થવાની આગાહી છે.

વાતાવરણમાં અચાનક પલ્ટો જોઈને લોકોને ગરમીમાંથી ઘણી રાહત થઈ છે. આ પ્રી મોન્સુન એકટીવીટી વચ્ચે સારા સમાચાર એ આવ્યા છે કે આ વખતે પણ ચોમાસું સમયસર અને સારું રહેવાની શક્યતા છે. કદાચ આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે, આવતા અઠવાડિયે આંદામાન સમુદ્રમાં ચોમાસું એટ્રી કરશે. દરવર્ષે ચોમાસું સામાન્ય રીતે ૧ જૂનની આસપાસ કેરળમાં આવે છે. અને આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને ૧૫ જુલાઈની આસપાસ સમગ્ર દેશને સંપૂર્ણ પણે આવરી લે છે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલા આવવાની શક્યતા છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ૧૯ મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત તે જ દિવસે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પણ પ્રવેશ કરશે.

સામાન્ય રીતે દર વર્ષે ૨૨ મેના રોજ ચોમાસું આ ભાગમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે તેના ત્રણ દિવસ પહેલા પ્રવેશ કરશે. ચોમાસું સામાન્ય રીતે કેરળમાં ૧ જૂનની આસપાસ પહોંચે છે. આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને ૧૫ જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. હવામાન વિભાગને અપેક્ષા છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ ચોમાસામાં વરસાદ થશે.

ભારતીય હવામાન વિભાગે, ૧૫ એપ્રિલે તેની લાંબાગાળાની આગાહીમાં જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ચોમાસાનો વરસાદ ૧૦૬% રહેવાની ધારણા છે, જે સામાન્યથી ઉપર ગણવામાં આવે છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું છે કે મેના છેલ્લા સપ્તાહ દરમિયાન અપડેટેડ આગાહી ફરી જારી કરવામાં આવશે, જેમાં ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસાની સ્થિતિ અને આગાહી અંગેની માહિતી અપડેટ કરવામાં આવશે.

તાજેતરની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી ૫ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે છૂટાછવાયાથી હળવા અને મધ્યમ વરસાદની શક્યતા છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું છે કે ૧૪ મેના રોજ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં આંધી-તોફાન થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે. દેશભરમાં વરસાદી માહોલ વચ્ચે ગરમીનો એક રાઉન્ડ હજુ આવશે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.