પોલિસની કામગીરીથી શ્રમિકની આંખમાં આવી ગયા હર્ષના આંસુ
સુરત, આઈસ્ક્રીમ વેચીને રોજી રોટી કમાનાર શ્રમજીવીને રાંદેર પોલીસે અપાવી નવી સાયકલ, શ્રમિકની આંખમાં આવી ગયા હર્ષના આંસુ. સુરતમાં પોતાની સાયકલ પર આઈસ્ક્રીમ વેચીને રોજી રોટી કમાનાર ફેરિયાની સાયકલ કોઈ વાહન ચાલકે અડફેટે લઇને તોડી નાંખી હતી.
ત્યારે સુરતની રાંદેર પોલીસે આ શ્રમજીવીને સાયકલ ગિફ્ટમાં આપતા ફેરિયાની આંખમાં હર્ષના આંસુ નીકળી આવ્યા. આ સાથે રાંદેર પોલીસના આ માનવીય ચહેરાના ચારેકોર વખાણ થઇ રહ્યાં છે.