Western Times News

Gujarati News

જંતુનાશક દવાઓના ઉપયોગ કરતી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવી પડતી તકેદારીઓ

પ્રતિકાત્મક

ખેડૂતો પોતાના ખેતરમાં વધુ ઉત્પાદન થાય ઉપરાંત ખેતરમાં રહેલા પાકોને જીવાત થી બચાવવા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. આવા સમયે ખેડૂત મિત્રોને નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા સંદેશ આપવામાં આવે છે. 

  • જંતુનાશક દવાઓનો સંગ્રહ બાળકો પહોંચી ના શકે તેવી જગ્યાએ તાળાં-કૂંચીમાં રાખવા.
  • જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચો.

  • જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરો.
  • જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતા પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરવી. ટપકતા અને તૂટેલા સ્પેયરનો ઉપયોગ કરવો નહીં.

  • જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહી તેની ખાસ કાળજી રાખવી.
  • જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કંપડાં, ગોગલ્સ તથા ગમબુટ અવશ્ય પહેરવા,
  • વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

  • છંટકાવ સમયે જંતુનાશક દવા શરીર પર ન પડે તેની ખાસ કાળજી રાખવી.
  • હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

  • જંતુનાશક દવા શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહી.
  • જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, પાન-માવો ખાતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા.
  • જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો અને ડૉક્ટરની સલાહ લેવી. જંતુનાશક દવા વપરાયેલા ડબ્બાનો સંગ્રહ કે ઉપયોગ કરવો નહી પરંતુ ખાલી ડબ્બાઓ બોટલોને તોડીને જમીનમાં ઊંડે દાટી દેવી.

  • જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેરેલા કપડાં પણ પાણીથી બરાબર ધોવા.
  • વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ ((તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે. (માહિતી બ્યુરો, પાટણ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.