શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભાલેજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભાલેજ દ્વવારાં ચોથો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભાલેજ આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ૨૮ જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મ ના શરિયત પ્રમાળે લગ્ન કરી લગ્ન ગ્રન્થી માં પ્રવેશ કર્યો. આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો.
ભારત જેવા બિનસાંપ્રદાયીક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે. અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ જઝૂમતા હોય છે. આવા ગરીબ પરિવારોના દીકરા- દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. નાણાં અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી.
પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે, માનવતાપપ. જીવનનો બીજો તબક્કો એટ્લે ઘર સંસાર. ભારત ભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભાલેજ દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરીનો ૧૫૧ થી વધુ વસ્તુ ઓ સખી દાતાઓ તરફ થી પુરી પાડવામાં આવી હતી.
જેમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભાલેજ જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન, કોઈ આકસ્મિક બનાવ માટે મદદ નું માધ્યમ બને છે.આ સમૂહ લગ્ન માં લગ્ન સાદગી થી થાય અને કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબુદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યાં.
આ સમૂહ લગ્નમાંસમૂહ લગ્નમાં મુખ્ય મેહમાન જાનશીન એ શેખુલ ઇસ્લામ સૈયેદ હમઝા અશરફ સાહબ, સૈયેદ સકલેન અશરફ સાહબ, સૈયેદ મુજફ્ફર હુસેન અશરફી બરોડા, મોલાના સૈયેદ જાવેદ અલી બોરસદ વાળા અને ગામના આગેવાનો અને ગામની મસ્જિદોના આલીમાં હાજરી આપી હતી અને ૨૮ દુલ્હા અને દુલ્હન ને આશીર્વાદ દુવાઓ આપી હતી.
શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભાલેજ તથા સમસ્ત ભાલેજ મુસ્લિમ સામજ દ્વારા આવેલા મેહમાનો આલિમો આગેવાનો ગ્રામજનો નો અને સખી દાતાઓ નું ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.