ઇરાનમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પાસે 5.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
તેહરાન, દક્ષિણ પશ્ચિમ ઇરાનના બુશેહર પરમાણુ ઉર્જા સંયંત્રથી 50 કિમી દૂર શુક્રવારે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ભૂકંપના કારણે જાન-માલના નુકસાનને લગતા કોઈ સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા. અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભૂકંપની તીવ્રતા 5.1ની હતી અને તેનું કેન્દ્ર જમીની સ્તરથી ૩૮ કિમી ઉંડે હતું. ભૂકંપનું કેન્દ્ર બુશેહર પરમાણુ ઉર્જા સંયંત્રથી 45 કિમી દૂર પૂર્વમાં દક્ષિણ પશ્ચિમી અખાતના કાંઠે નોંધાયું હતું.