Western Times News

Gujarati News

ઘાટકોપર હોર્ડિંગની ઘટનાનો મુખ્ય આરોપી ઉદયપુરથી ઝડપાયો

મુંબઈ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના ઘાટકોપર હો‹ડગ ઘટનાના મુખ્ય આરોપી ભાવેશ ભીંડેની ધરપકડ કરી છે. ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. સાત અલગ-અલગ રાજ્યોમાં નવ ટીમો તેને શોધી રહી હતી. ભીંડે મેસર્સ ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના માલિક છે.

પોલીસે તેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી છે. તે એક હોટલમાં છુપાયો હતો.ઘાટકોપરમાં સોમવારે ધૂળના તોફાન બાદ ૨૫૦ ટનનું  હોર્ડિગ  પડી ગયું હતું. અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે અને ૭૪ લોકો ઘાયલ થયા છે. સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ હોવાથી આગામી સમયમાં મૃત્યુઆંક વધી શકે છે.સાયબર પોલીસ પણ ભીંડેને શોધવામાં વ્યસ્ત હતી.

ભીંડેનો મોબાઈલ સ્વીચ ઓફ કરતા પહેલા તેનું છેલ્લું લોકેશન લોનાવલામાં હતું. ભૂતપૂર્વ ય્ઇઁ કમિશનર અને BMC ઓફિસર કૈસર ખાલિદને પડી ગયેલા હો‹ડગ્સ લગાવવા માટે ટેન્ડર આપવામાં તેમની ભૂમિકા સમજવા માટે સમિતિ દ્વારા પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.ઘાટકોપર દુર્ઘટના પછી, BMCએ નવા હોર્ડિગસની પરવાનગી બંધ કરી દીધી છે અને નવી નીતિની યોજના બનાવી છે.

ખરેખર, ૧૩ મેના રોજ મુંબઈમાં અચાનક તોફાન અને વરસાદ થયો હતો. ધૂળની ડમરીઓ અને જોરદાર પવનને કારણે ઘાટકોપરના છેડા નગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક મોટું હો‹ડગ પડી ગયું અને એક ભયાનક અકસ્માત થયો. સોમવાર સાંજથી જ ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં ૧૪ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને ૭૭ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે સવાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૧૬ થઈ ગયો હતો અને ૭૪ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.