Western Times News

Gujarati News

એરપોર્ટ પર હવે એરક્રાફ્ટ પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા ૧૩ થી વધીને ૧૮ થઈ

એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધારાઈ

(એજન્સી)અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુવિધાઓમાં સતત સુધારાઓ કરી રહ્યું છે. તાજેતમાં એરપોર્ટ પર ટર્મિનલ ૨ પર નવીનતમ પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે.આ વિસ્તરણ એસવીપીઆઈએની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને પૂરી કરશે.

એસવીપીઆઈએ એરપોર્ટ પર હવે પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા ૧૩ થી વધીને ૧૮ થઈ ગઈ છે. જે સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટને એકોમોડેટ કરી શકે છે.નવા સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ કનેક્શન ઉમેરવાની તક પૂરી પાડે છે. ટર્મિનલ ૨ પર હાલ ચાર એરોબ્રિજ કાર્યરત છે, નજીકના ભવિષ્યમાં તેમાં વધુ ૪ ઉમેરાતા કુલ ૮ એરોબ્રિઝની સુવિધા ઉપલબ્ધ થશે.

એરપોર્ટે સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના ચાર એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ પણ લાગુ કરી છે. ટર્મિનલ ૨ હજ ઓપરેશન્સ માટે સાઉદી એરલાઇન્સ ૭૪૭-૪૦૦ એરક્રાફ્ટ ૪૫૦-સીટર એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પણ સુસજ્જ છે.

એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેન્જર ટ્રાફિકને જ નહીં પરંતુ ભવિષ્યમાં મોટા એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. જેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્જર ફ્લાઇટ્‌સ સાથે ટેÂક્નકલ હાલ્ટ્‌સ માટે દરવાજા ખોલે છે. એસવીપીઆઈએ એરપોર્ટે આદિસ અબાબા સાથે જોડતી ઇથોપિયન એરલાઇન્સ સંચાલિત નવી બે-સાપ્તાહિક ડાયરેક્ટ કાર્ગો ફ્લાઇટનું પણ સ્વાગત કર્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ભારતના અગ્રણી ઉડ્ડયન હબ બનવાના લક્ષ્ય સાથે સતત વિકાસ અને અપગ્રેડેશન માટે પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.