Western Times News

Gujarati News

ગુજરાતમાં ધોરણ-૧૦ માં ટોપ કરનાર વિદ્યાર્થિનીનું બ્રેઈન હેમરેજને કારણે અવસાન

(એજન્સી)રાજકોટ, ગુજરાત બોર્ડનું ૧૦માં ધોરણનું પરિણામ ૧૧મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમાં ટોપ કર્યું, ધોરણ ૧૦ ના પરિણામ બાદ ટોપ આવનાર વિદ્યાર્થીઓ ને સપના હોય છે કે તેઓ આગળ ભણી ડોક્ટર બને કે એન્જિનિયર અથવા તો કલેક્ટર જેવા મોટા હોદ્દા પર પહોંચી દેશની સેવા કરે.

ત્યારે આવા ટોપર્સ પૈકી એક એવી દીકરી કે જેને આગળ ભણીને ભવિષ્યમાં ડોક્ટર બનવાનું એક સ્વપ્ન હતું. પરંતુ તે સ્વપ્ન પૂરું કરે તે પહેલાં જ દીકરી ભગવાનને વાલી થઈ ગઈ જ્યાં દીકરીના અચાનક અવસાનને લઈને પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

દીકરીનું અવસાન થતાં પરિવાર પરિણામની યોગ્ય રીતે ઉજવણી પણ ન કરી શક્યો. પરિણામના માત્ર ચાર દિવસ પછી ૧૫ મેના રોજ હીર ઘેટિયા નામની ૧૫ વર્ષની વિદ્યાર્થીની જે ડૉક્ટર બનવા માંગતી હતી તે મૃત્યુ પામી ગઇ. આ દુઃખદ ઘટનાને કારણે પરિવાર પર દુઃખનો પહાડ તુટી પડ્યો છે અને આ ઘટનાની જાણ થતા દરેક વ્યક્તિ પોતાની જાતને ભાવુક થતા રોકી શક્યા નથી.

હીરે ૧૦મી બોર્ડની પરીક્ષા ૯૯.૭૦% માર્ક્‌સ સાથે પાસ કરી હતી અને ગણિત વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા હતા. એક મહિના પહેલા મોરબીમાં રહેતી હીરને બ્રેઈન હેમરેજ થયું હતું

અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હીરને રજા આપીને ઘરે લઈ જવામાં આવી હતી. પરંતુ ફરીથી શ્વાસ લેવામાં અને હૃદયની તકલીફ થતાં હીરને રાજકોટની ટ્રસ્ટ સંચાલિત બીટી સવાણી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.