Western Times News

Gujarati News

પ્રિપેડ મીટર મુદ્દે લોકો મિજાજ ગુમાવે તે પૂર્વે MGVCLને સરકારમાંથી ઠપકો

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરામાં લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી એમજીવીસીએલના કેટલાક વણઉકેલાયેલા પ્રશ્નો ઉપરાંત અચાનક સ્માર્ટ મીટરના મુદ્દે વડોદરાના કેટલાક વિસ્તારના લોકો હવે જબરજસ્ત પરેશાન થઈ રહ્યા છે.

ગુજરાત સરકારની વીજ કંપની એમજીવીસીએલના ભ્રષ્ટ અધિકારીઓથી લઈને ઈજારદારની ટીમ દ્વારા વીજ મીટર ધારકોની સાથે અપમાનજનક વર્તન થઈ રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ મુદ્દો પણ ગરમ બની રહ્યો છે. ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિવસેના દ્વારા સંયુક્ત રીતે આ મુદ્દે લડત આપવાનો નિર્ણય લઈ લીધો છે.

જેના ભાગરૂપે ગઠબંધન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને ઉગ્ર રજૂઆત કરીને લોકોની સાથે થઈ રહેલી ઉઘાડી લૂંટ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. લોકો મિજાજ ગુમાવે તે પહેલાં આજે અચાનક એમજીવીસીએલના અધિકારીઓને સરકારમાંથી ઠપકો પણ આવ્યો હોવાનું જાણવા મળે છે. વડોદરાના મીટર ધારકોના આક્રમક મિજાજ બાદ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓથી લઈને કાર્યકરોની હાલત કફોડી બની રહી છે.

વડોદરાના વિવિધ વિસ્તારમાં એમજીવીસીએલ દ્વારા પ્રિપેડ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. આ વિસ્તારના ગ્રાહકોની પાસે વીજ બિલના નામે લૂંટ ચલાવવામાં આવતી હોવાની લાગણી વીજ ગ્રાહકોમાં ઊભી થઈ ગઈ છે. તેઓ તરફથી એમજીવીસીએલના અધિકારીઓથી લઈને ઈજારદારના ટીમ પાસે રજૂઆત કરવા જાય તો અપમાનનો સામનો કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

અત્યંત સંવેદનશીલ મુદ્દાને કોંગ્રેસ સહિત તેમના સાથી પક્ષો દ્વારા પકડી લેવામાં આવ્યો છે. તેઓ તરફથી આજથી આંદોલન છેડવામાં આવ્યું છે. વડોદરા શહેર કોંગ્રસના પ્રમુખ ઋÂત્વજ જોષી, વિપક્ષી નેતા અમી રાવત, સિનિયર કાઉÂન્સલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર, આમ આદમી પાર્ટી તથા શિવસેનાના આગેવાનો દ્વારા આજે જિલ્લા કલેકટર બીજલ શાહને મળીને આ મામલે આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

એક સપ્તાહથી વડોદરામાં એમજીવીસીએલના ભ્રષ્ટ તંત્રથી પરેશાન થયેલા નાગરિકો દ્વારા વિવિધ સબ સ્ટેશનોથી લઈને રેસકોર્સ ખાતે વિદ્યુત ભવન સુધી મોરચા પણ લઈ જવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.