ઉત્તર પ્રદેશમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે દેશની પહેલી યુનિવર્સિટી બનશે
ગોરખપુર, ટ્રાન્સજેન્ડર સમુદાય માટે દેશની પહેલી યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ યુનિવર્સિટીમાં સમુદાયના સ્ટુડન્ટ, ધોરણ-૧થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કરી શકશે. ત્યાં સુધી કે જો તે કોઈ વિષય પર રિસર્ચ કરવા માંગે છે તો યુનિવર્સિટી તેમને પીએચડીની ડિગ્રી પણ આપશે.
અત્યાર સુધી દેશમાં કોઈ પણ એવી યુનિવર્સિટી નથી, જે માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે વિશેષ રીતે બનાવવામાં આવી હોય. આ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના ફજીલનગર બ્લાકમાં બનશે. તેને અખિલ ભારતીય કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ બનાવી રહ્યું છે.
ટ્રસ્ટના અધ્યક્ષ ડા. કૃષ્ણ મોહન મિશ્રએ જણાવ્યું કે, આ પોતાની રીતે દેશની પહેલી યુનિવર્સિટી હશે, જ્યાં ટ્રાન્સજેન્ડર સમુદાયના સ્ટુડન્ટ્સ શિક્ષા પ્રાપ્ત કરી શકશે. તેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આવતા વર્ષે ૧૫ જાન્યુઆરીથી આ યુનિવર્સિટીમાં બે સ્ટડન્ટ્સને એડમિશન અપાશે, જે આ સમુદાયના હશે અને ફેબ્રુઆરી તથા માર્ચથી અન્ય ધોરણો શરૂ થઈ જશે.
તેઓએ કહ્યું કે, યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ ધોરણ-૧થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કરી શકશે. ત્યાં સુધી કે તેઓ રિસર્ચ પણ કરી શકશે અને પીએચડી ડિગ્રી મેળવી શકશે. સાંસદ ગંગાસિંહ કુશવાહાએ કહ્યું કે આ સમુદાયાન લોકોને શિક્ષા પ્રાપ્ત થશે તે દેશને નવી દિશા આપવામાં મદદરૂપ થશે.
આ સમાચારથી ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો પણ ખુશ છે અને તેમનું કહેવું છે કે આ ખૂબ જ સારું પગલું છે. આ સમુદાયના લોકો શિક્ષા પ્રાપ્ત કરી શકશે અને તેમને સમાજમાં સન્માન મળશે. શિક્ષામાં બળ છે એન તે આ સમુદાયના લોકોનું જીવન બદલશે ઉપરાંત બીજાના જીવન ઉપર પણ તેનો સકારાત્મક પ્રભાવ પડશે.