મદરેસા સર્વેને લઈ દરિયાપુર વિસ્તારમાં શિક્ષક પર હુમલામાં બે આરોપીઓ ઝડપાયાં
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં મદરેસાઓમાં તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં દરિયાપુરમાં સરવે કરવા ગયેલી શાળાની ટીમ પર હુમલો કરાયો હતો. મદરેસામાં તપાસની કામગીરીમાં આચાર્ય પર ટોળાએ હુમલો કરીને માર માર્યો હતો.
ત્યારે આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી,તો ગઈકાલની ફરિયાદના આધારે દરિયાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
મદરેસાઓમાં બિન મુસ્લિમ બાળકો ભણતા હોવાનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ બાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં દોડધામ વધી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ કરતા મદરેસાઓમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું છે.
અમદાવાદ જિલ્લા અને શહેર શિક્ષણાધિકારી ઉપરાંત સ્કૂલ બોર્ડના કર્મચારીઓની ટીમ બની હતી. શહેરમાં ૧૫૦ થી વધુ શાળા મદરેસાઓમાં જુદી જુદી ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ છે. કેટલીક જગ્યાએ સર્વે પૂરો, કેટલાક સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે.
મદરેસાઓમાં ભણતાં તમામ બાળકો સામાન્ય શાળામાં પણ શિક્ષણ મેળવે તે જરૂરી હોવાથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં ભણતા બિન-મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેડ મદરેસાઓનું મેપિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે.
સરકાર દ્વારા અપાયેલી મદરેસાની યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલા કુલ ૧૧૨૮ મદરેસા છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય સહિત જિલ્લામાં ૧૩૦ અને અમદાવાદ શહેરમાં ૭૫ સહિત ૨૦૫ જેટલી મદરેસા આવેલા છે. ગાંધીનગર ડ્ઢઁઈર્ં ડો. પિયુષ પટેલે જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લામાં છ જેટલા મસ્જિદોમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. તે વિદ્યાર્થીઓ હાલ મુખ્ય ધારામાં ક્યાં અભ્યાસ કરી રહ્યા છે તેનો સર્વે ચાલી રહ્યો છે. આ બાળકોને વિજ્ઞાન ટેકનોલોજી અને વર્તમાન પુરાવાઓ સાથે શિક્ષણ મળશે. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે.