ક્રેડિટ કાર્ડ બંધ કરવાના ચક્કરમાં યુવકે સવા લાખ રૂપિયા ગુમાવ્યા

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)ગોધરા, હાલોલ તાલુકાના જુના ઝાંખરીયા ગામે ફાંટા ફળિયામાં રહેતા અને હાલોલની પોલીકેબ કંપનીના યુનિટ-૨ માં ઓપરેટર તરીકે નોકરી કરતા સંજયભાઈ બલસિંગભાઈ રાઠવાને ગત તારીખ ૧૦/૦૫/૨૦૨૪ સાંજના૬ઃ૩૦ કલાકના સુમારે એક મોબાઈલ પરથી ફોન આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે હું એ.યુ સ્મોલ ફાઇનાન્સ બેન્કમાંથી બોલું છું
અને તમે જે એ.યુ સ્મોલ ફાયનાન્સ બેંકનું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તેનો ઇન્ટર્નલ ચાર્જ ?.૧૪,૦૦૦ તમારે કાર્ડ ચાલુ રાખવા માટે ભરવો પડશે જેના જવાબમાં સંજયભાઈએ કહ્યું હતું કે મારે મારું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દેવું છે તેવું કહેતા સામેથી કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તો તમારા ઉપર વોટ્સએપ એક લિંક આવશે જે લિંક ઓપન કરી તમારા ક્રેડિટ કાર્ડની ડિટેલ ભરવી પડશે જેનાથી તમારું કાર્ડ બંધ થઈ જશે તેવું જણાવ્યું હતું.
જેમાં થોડા ક જ સમયમાં સંજયભાઈના વોટ્સએપ પર એક લિંક મોકલી આવી હતી અને સામેની વ્યક્તિએ ફોન કરી પોતાના મોબાઈલ પરથી તેઓને ફોન ચાલુ રખાવી લિંક ખોલવા માટેનું જણાવ્યું હતું જેમાં સંજયભાઈએ લીંક ખોલતા તેઓના ક્રેડિટ કાર્ડની તમામ ડિટેલ ભરી હતી જેને લઈને સર્ચ થતા તેઓને શંકા જતા તેઓએ આ બાબતે પૂછતા સામેથી જણાવ્યું હતું કે નેટવર્ક પ્રોબ્લેમ છે
જેમાં સામેની વ્યક્તિએ પૂછ્યું હતું કે તમારુ એસ.બી.આઇ બેન્કનું પણ કાર્ડ છે જેને લઈને શંકા વધુ ઘેરી થતા સંજયભાઈ ફોન કાપી નાખ્યો હતો અને થોડોક જ સમયમાં તેમના એ.યુ.ફાઇનાન્સ બેન્કના ક્રેડિટ કાર્ડ માંથી અને એસ.બી. આઇ.ના ક્રેડિટ કાર્ડમાંથી ૦૬ જેટલા અલગ અલગ ટ્રાન્જેક્શન મારફતે ૧,૧૮,૦૦૭/- રૂપિયા તેઓના એકાઉન્ટમાંથી કપાઈ ગયા હતા
જેમાં ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના ચક્કરમાં પોતે છેતરાયા હોવાનું અને પોતે ઓનલાઇન લિન્ક ખોલ્યા બાદ ઓનલાઇન ફ્રોડનો ભોગ બની ગયા હોવાનું જણાવતા સંજયભાઈ એ આ બાબતે પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબરથી વાત કરનાર અજાણ્યા સાયબર ઠગ સામે સાયબર ક્રાઇમ અંતર્ગત ફરિયાદ નોંધાવતા પાવાગઢ પોલીસે તેઓની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.