લગ્નના 5 મહિનામાં જ સાસરીવાળા ત્રાસથી પરિણીતાનો આપઘાત
પ્રેમ લગ્ન બાદ થોડા સમય સુધી પરણિતા જોડે સાસરીમાં સારી રીતે વર્તન કરવામાં આવ્યું હતું-પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોથી કંટાળીને પરણિતાએ આપઘાત કર્યો
અમદાવાદ, વટવામાં રહેતા પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ થી કંટાળી પત્નીએ સાસરીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પ્રેમ લગ્ન બાદ થોડા સમય સુધી પરણિતા જોડે સાસરીમાં સારી રીતે વર્તન કરવામાં આવ્યું હતું. બાદમાં પરણીતાને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઉપરાંત મહિલાનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હોવાની જાણ પત્નીને થઈ ગઈ હતી.
જે મામલે ટકોર કરવા છતાં પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હતો.આ મામલે પરણિતાએ તેના સાસુ તથા સસરા ને વાત કરી તો તે લોકો પણ પુત્રવધુને માર માર્યો હતો.આખરે કંટાળીને પરણિતા ગત ૧૬ મે ના રોજ સાસરીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ મામલે મૃતકના માતાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને પતિ જીગ્નેશ તથા તેના સસરા ચંદુ ભાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
દાણીલીમડામાં આવેલી આલીશાન સોસાયટીમાં રહેતા મીનાબેન ઉ.વ ૪૦ તેમના પરિવાર સાથે રહે છે. મહિલાની ૨૦ વર્ષીય દીકરીએ પરિવારના વિરુદ્ધ જઈને જીગ્નેશ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા શરૂઆતમાં યુવતીના પરિવારજનો તેને બોલાવતા ન હતા.લગ્નના પાંચ મહિના બાદ યુવતી તેની માતાના ઘરે આવી ચઢી હતી અને પોતાની સાસરીમાં તેને હેરાન કરવામાં આવે છે.
ઉપરાંત તેનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે જો યુવતી તેના પતિને સબંધ નહી રાખવાનું કહે તો તેની સાથે મારઝૂડ કરે છે. આ સહિત યુવતીને પિયરમાં પણ આવવા દેતા નથી આ મુજબની ફરિયાદ યુવતીએ તેની માતા સમક્ષ કરી હતી.બાદમાં યુવતી તેના માતાના ઘરે ચારેક મહિના જેટલો સમય રોકાઈ હતી. જન્મ દિવસ આવતો હોવાથી યુવતીના પતિએ તેની માફી માંગી અને સાસરીમાં લઈ ગયો હતો.
પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો જેથી આખરે કંટાળીને પરણિતા ગત ૧૬ મેં ના રોજ સાસરીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું.
આ મામલાની જાણ યુવતીના પરિવારને કરવામાં આવ્યા બાદ દીકરી ના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરીને વટવા પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતીના પતિ જીગ્નેશ તથા સસરા ચંદુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.