NEET ચોરી પ્રકરણમાં વધુ એક આરોપીની અટકાયત
વડોદરા છોડીને ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા મુળ બિહારના વિભોર આનંદને દરભંગા સાસરીમાંથી ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા માં નીટ ચોરી પ્રકરણમાં વધુ એક આરોપીની પોલીસે બિહારના મધુબની ખાતેથી ધરપકડ કરી છે.અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીઓ નાં પોલીસ રિમાન્ડ દરમિયાન ચોથા આરોપી નું નામ સામે આવ્યું.જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી.
ગોધરા માં તા.૫.૫.૨૦૨૪ નાં રોજ ગોધરા દાહોદ હાઇવે રોડ ઉપર આવેલી જય જલારામ સ્કુલ ખાતે દ્ગ્છ દ્વારા નીટ ની પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરામાં યોજવામાં આવી રહેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે.
જે માહિતી આધારે જિલ્લા કલેકટર દ્વારા ઇછઝ્ર પંચમહાલ અને જિલ્લા શિક્ષણ અધિકારી ને તપાસ અર્થે મોકલ્યા હતા અને સમગ્ર પ્રકરણ નો ભાંડો ફૂટ્યો હતો.જેમાં વડોદરા નો તુષાર રજનીકાંત ભટ્ટ જે જય જલારામ સ્કુલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.જે નીટ પરીક્ષા નો ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટ તરીકે પણ ફરજ બજાવતો હતો.
જેની સાથે વડોદરા ની રોય ઓવરસીઝ ક્લાસિસ નો સંચાલક પરશુરામ બિંધ નાથ રોય પણ સંડોવાયેલો હતો તેમજ ગોધરા નો આરીફ નુર મહોમદ વ્હોરા નું નામ પણ સંડોવાયેલું હતું.જેમાં પંચમહાલ પોલીસે પ્રથમ તો વડોદરા નાં રોય ઓવર સીઝ નાં સંચાલક પરશુરામ રોય ની વડોદરા થી ધરપકડ કરી હતી અને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો.
ત્યારબાદ આ પ્રકરણ નો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઈન્ડ તુષાર રજનીકાંત ભટ્ટ અને વચેટિયો આરીફ વ્હોરા ને પણ પંચમહાલ પોલીસે રાજસ્થાન નાં બાંસ વાડા ખાતે મોટર કારમાંથી ઝડપી પાડી ગોધરા લાવી રિમાન્ડ અર્થે કોર્ટ માં રજૂ કરતાં કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ આપ્યા હતા.જેમાં પોલીસે આરોપીઓ ની ઊંડાણ થી પૂછપરછ કરતા આજે ચોથા આરોપી નું નામ સામે આવ્યું છે.
પોલીસ ની પૂછપરછ તેમજ તપાસમાં વિભોર ઉમેશ્વર પ્રસાદ સિંગ આનંદ(હાલ રહે.એસ -૩૦૨,શિવાવી લક્ઝરી,માણેજા ક્રોસિંગ,મકરપુરા વડોદરા,મૂળ રહે.વોર્ડ -૬,જૂના બજાર,કાળિયા નાડ નગર,તા.જી.લખીશ રાય,બિહાર) નું નામ ખુલવા પામ્યુ હતું.જે વિભોર આનંદ મૂળ બિહારનો અને વડોદરામાં રહી કન્સલ્ટિંગનું કામ કરતો હતો.
જેથી પોલીસ તપાસમાં વિભોર આનંદ નામના વડોદરાના કન્સલ્ટિંગનું કામ કરનાર ઇસમને રાઉન્ડઅપ કરવામાં આવ્યો.ગોધરા તાલુકા પોલીસની ટીમે આરોપીને તેની સાસરી દરભંગામાંથી રાઉન્ડઅપ કર્યો હતો.વિભોર આનંદ નામનો વ્યક્તિ સમગ્ર ચોરી ના ષડયંત્ર માં પરશુરામ રોય ને વિદ્યાર્થીઓ લાવી આપવાનું કામ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું.
પોલીસે વિભોર આનંદને રાઉન્ડ ઓફ કરી તેની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.જેની પોલીસે હ્યુમન શોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ નાં આધારે બિહાર નાં મધુબની જિલ્લામાં થી ધરપકડ કરવામાં આવી હતી.