Western Times News

Gujarati News

દમણ -કચીગામ બારમાં થયેલા મર્ડરમાં પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને દબોચી લીધા

(એજન્સી)દમણ, સંઘ પ્રદેશ દમણના કચીગામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ (એસએચઓ) જાંબાજ પોલીસ આૅફિસર પીએસઆઇ શશિકુમાર સિંહે દમણના કચીગામ ખાતે આવેલા દિપાલી દારૂના બાર એન્ડ રેસ્ટોરન્ટમાં રાત્રિના સમયે થયેલા મામુલી ઝઘડામાં , એક વ્યક્તિના થયેલા મર્ડર બાબતે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર ચાર આરોપીઓને ઝડપી લઇ સળિયાના પાછળ પહોંચાડી દીધા હતા.

૧૭ મે રાત્રે આશરે ?? કલાકે કચીગામના દીપાલી બાર-રેસ્ટોરન્ટમાં મામૂલી વાતે થયેલ ઝઘડામાં ઋતુલ પિયુષ પટેલનું (૨૬ વર્ષ, રહે વાપી) મર્ડર સાથે નેહ સંજય પટેલ (૩૦ વર્ષ, રહે ગુંજન, વાપી) અને આકાશ રાજેન્દ્ર પટેલ (૩૦ વર્ષ, રહે દેમાઈ, અરવ્વલી, ગુજરાત) ઘાયલ થયાં હતાં.

રાત્રે ૧૧.૧૫ વાગ્યે કચીગામ પોલીસ અને એસએચઓ શશિકુમાર સિંહને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

સીસીટીવી કુટેજ અને સૂત્રો વિગેરે માધ્યમો થકી પોલીસ ટીમે મર્ડરના આશરે ૧૫ કલાકમાં હત્યા કરનાર ચાર આરોપીઓ -સુશીલ પ્રેમકુમાર પાંડેય (૧૯ વર્ષ, રહે ટાંકી ફળિયા, વાપી), વિશાલ અશોક જમાદાર (૨૦ વર્ષ, રહે ટાંકી ફળિયા, વાપી), શબ્બીર નઈમ અહમદ (૨૪ વર્ષ, કોલીવાડ, વાપી), ભાવિન ઉમ્મેદ પટેલને (૩૦ વર્ષ, રહે વેલપારવા, પારડી) પકડીને જેલનાસળિયા પાછળ ધકેલી દીધા હતા.

એસએચઓ શશિકુમાર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં ઉક્ત મર્ડર અને હત્યાના આરોપીઓની ધરપકડ અંગેના વિગતો આપતાં જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ આરોપીઓથી વઘુમાં પૂછતાછ કરવામાં આવ્યું રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે, પીએસઆઇ શશિકુમાર સિંહે દાનહના સ્પેશ્યલ બ્રાંચના નાયબ વડા અને જાંબાજ પોલીસ આૅફિસર તરીકે કેટલાક આૅપરેશનો સફળતાપૂર્વક પૂરો પાડ્‌યા હતા. હવે તેઓ કચગામના એસએચઓ તરીકે શાનદાર ભૂમિકા ભજવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.