મોડાસામાં નિઃશુલ્ક યોગ સમર કેમ્પ ઉદ્દઘાટન સમારોહ યોજાયો
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ થી ૧૦ દિવસ સુધી નિઃશુલ્ક યોગ સમર કેમ્પ અને સંસ્કાર શિબિર યોજાશે જેમાં બાળકો નો શારીરિક વિકાસ, માનસિક વિકાસ થાય અને બાળકો નવી પેઢીમાં મોબાઈલ જેવા દૂષણ થી દુર રહે. અને અભ્યાસમાં દયાન કેન્દ્રિત કરે તે માટે યોગ સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આજે બાળકો એ ઉત્સાહ પૂર્વક આજ ના યોગ સમર કેમ્પ માં બાળકો ખુબ આનંદિત રહી યોગ ક્લાસ પૂર્ણ કરવામાં આવ્યો. બાળકો ને હેલ્થી નાસ્તો થતા સોફ્ટ ડ્રીંક આપવામાં આવ્યું હતુ. આજ ના આ કાર્યક્રમ માં અરવલ્લી જિલ્લા જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી, મદની હાઈસ્કુલ ના અબુલ રહેમાન મનવા સાહેબ હેમંતભાઈ, ઝોન કો-ઓર્ડીનેટર જયેન્દ્ર મકવાણા, યોગ કોચ રાજેશભાઈ પટેલ ,યોગ કોચ લેઉઆ શકુંતલા બહેન તથા ટ્રેનર પ્રિયંકાબેન ,તિથિબેન હાજર રહ્યા હતા.