Western Times News

Gujarati News

ગાંધીનગર સ્ટેશન પર અપગ્રેડેશનને કારણે અમદાવાદની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

file Photo

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર મંડળ પર ગાંધીનગર સ્ટેશનના મેજર અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છેજે અંતર્ગત ગાંધીનગર યાર્ડ કિમી 235/22-30 પર એર કોન્કોર્સ ગર્ડર લોન્ચીંગ કરવા માટે  જૂન 2024ના રોજ બ્લોક લેવામાં આવી રહ્યો છેજેના કારણે અમદાવાદ મંડળથી ઉપડતી કેટલીક ટ્રેનો  ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-

1.      8 જૂન, 2024 ના રોજભુજથી ઉપડતી ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ફૂલેરા-જયપુર-અલવર-રેવાડીના બદલે ડાયવર્ટ કરાયેલા ફૂલેરા-રિંગસ -રેવાડી પરથી દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના અને નારનોલ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

2.      8 જૂન, 2024 ના રોજવારાણસીથી ઉપડતી ટ્રેન નંબર 19408 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-અલવર-જયપુર-ફૂલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ રેવાડી-રીંગસ-ફુલેરા થઈને દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાનાનારનોલ અને ફૂલેરા સ્ટેશન પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

3.      8 જૂન, 2024 ના રોજપોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે અને આ ટ્રેનને રિંગસ, નીમ કા થાના અને નારનોલ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.

4.      9 જૂન, 2024 ના રોજબરેલીથી ઉપડતી ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-અલવર-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ રેવાડી-રીંગસ-ફૂલેરા થઈને દોડશે અને આ ટ્રેનને નારનોલનીમ કા થાના અને રિંગસ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

ટ્રેનોના સ્ટોપેજસંરચનારૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટેયાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની વિઝીટ લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.