ચંડોળા તળાવ નજીક ઓઈલ, સ્ક્રેપ, પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ

નવી દિલ્હી, ચંડોળામાં અલફઝલ એસ્ટેટમાં બળેલા ઓઇલનું ટ્રેડિંગ કરતા ગોડાઉનમાં સોમવારે પરોઢિયે આગ લાગતા અફડાતફડી મચી હતી. આસપાસના સ્ક્રેપ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ પ્રસરી હતી. આગના ગોટેગોટા બે કિલોમિટર દૂર સુધી જોવા મળ્યા હતા.
ફાયરબ્રિગ્રેડની ૧૦ ગાડી થકી બે કલાકની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. ચંડોળા વિસ્તારમાં અલફઝલ એસ્ટેટમાં જાવેદ રફિકભાઇ મેમણ બળેલા ઓઇલનું ટ્રેડિંગ કરે છે. તેમના ગોડાઉનમાં સોમવારે સવારે ૬ વાગ્યે આગ લાગી હતી.
ઓઇલના ગોડાઉનમાં આગ હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના સ્ક્રેપ અને પ્લાસ્ટિકના ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા હતા. ધૂમાડા બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયરબ્રિગ્રેડની ૧૦ ગાડીઓએ ગોડાઉનોની બાજુમાં રેસિડેન્ટ બિલ્ડિંગ હોવાથી રહીશોને ઉતરી જવા સૂચના આપી હતી.
બીજા ગોડાઉનમાં આગ ન પ્રસરે તે માટે ગોડાઉન માલિકોને બોલાવીને ખાલી કરાવ્યા હતા. આગ મોટી હોવાથી એસ્ટેટ બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા. પોલીસે એક તરફનો રસ્તો બંધ કર્યાે હતો. બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. બહેરામપુરામાં કપડાંના ગોડાઉનમાં આગ બહેરામપુરામાં ઉમેરા સિલેક્શન નામના કપડાના ગોડાઉનમાં સવારે ૫.૪૫ વાગ્યે આગ લાગતા નાસભાગ મચી હતી.
કપડાનું ગોડાઉન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરબ્રિગ્રેડની બે ગાડીએ ૧૫ હજાર લિટર પાણીનો મારો ચલાવીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેમ પ્રાથમિક તપાસમાં જણાય છે.SS1MS