નિટ કૌભાંડમાં બે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/2105-godhra-1-1024x618.jpg)
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા સ્થિત જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત તારીખ ૫ મે રોજ યોજાયેલ NEET પરીક્ષા કેન્દ્રમાં અને આ જ શાળાના થર્મલ NEET પરીક્ષા કેન્દ્રમાં કેટલાક ચોક્કસ પરીક્ષાર્થીઓને ઊંચા મેરિટ સાથે પાસ કરાવવાના લાખ્ખો રૂપિયાના સોદાઓના બહાર આવેલા ષડયંત્ર માં સૌ-પ્રથમ પકડાયેલ વડોદરાના રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોય ના આજરોજ નવ દિવસોના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ
તથા ગઈકાલે વડોદરા ખાતે રહેતા અને મૂળ બિહાર ના વતની વિભોર આનંદ ને આજરોજ ગોધરા સ્થિત સેશન્સ અદાલત સમક્ષ હાજર કરી ને બંને આરોપીઓના પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લા ના ૩ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી આર.જે.પટેલ સમક્ષ આ કેસના તપાસ અધિકારી ડી.વાય.એસ.પી.એન.વી.પટેલ દ્વારા NEET પરીક્ષાના બહાર આવેલા આ ષડયંત્રમાં કેટલાક પરીક્ષાર્થીઓને ઊંચા મેરિટ સાથે પાસ કરાવી આપવાના લાખ્ખો રૂપિયા ના સોદાઓમાં પરીક્ષાર્થીઓના નામોની જે લેવડ દેવળો કરાઈ છે
આ અંગેની તપાસો માટે બંને આરોપીઓ ની ઉચ્ચ પુછપરછો આમને સામને કરવી જરૂરી હોય પરશુરામ રોયના વધુ પાંચ દિવસોના પોલીસ રિમાન્ડ માંગ તથા ગઈકાલે બિહારના દરભંગા સાસરીમાંથી ઝડપાયેલા વિભોર આનંદના ૧૪ દિવસોના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી. જો કે અદાલત સમક્ષ આરોપીઓ તરફે ના વકીલોની દલીલો સામે જિલ્લા સરકારી વકીલ રાકેશ.એસ.ઠાકોર ની NEET પરીક્ષા પાસ કરાવી
આપવા ના બહાર આવેલા ષડયંત્રની ઉડાંણપૂર્વક ચાલી રહેલ તપાસો માં બંને આરોપીઓ ના રિમાન્ડ મંજૂર કરાવવાની અસરકારક દલીલોના અંતે પંચમહાલ જિલ્લાના ૩ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી આર.જે.પટેલ દ્વારા આરોપી પરસુરામ રોય ના વધુ ત્રણ દિવસોના પોલીસ રિમાન્ડ જ્યારે વિભોર આનંદ ના પણ ત્રણ દિવસોના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા..