એર એમ્બ્યુલન્સ સેવા ફરી શરૂ: નાગરિકો 108 પર સંપર્ક કરી શકશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/Airambulance-1024x330.jpeg)
fILE
અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરવામાં આવી
એર એમ્બ્યુલન્સ બીકક્રાફ્ટ-200 પ્લેનનો ઉપયોગ કરે છે, એરક્રાફ્ટ ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સાથે, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને ECG મોનિટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો સાથે સજ્જ
એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે નાગરિકો 108 પર સંપર્ક કરી શકશે
રાજય સરકારના સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે ખૂબ જ વ્યાજબી ભાવે ચલાવવામાં આવે છે. આ સેવા સિવિલ એવિએશન વિભાગ અને GVK-EMRI દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહી છે, જેનો તમામ નાગરિકો લાભ લઈ શકે છે. એર એમ્બ્યુલન્સની સેવા લેવા માટે નાગરિકો ૧૦૮ ઉપર સંપર્ક કરી ઉક્ત સેવા મેળવી શકે.
આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત…
ગુજરાત બન્યું ભારતનું એર-એમ્બ્યુલન્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય…#health #Gujarat pic.twitter.com/LrFTY7OKFp
— Gujarat Information (@InfoGujarat) July 2, 2022
એરક્રાફ્ટ અને ઈક્વિપમેન્ટ્સની વાત કરીયે તો, એર એમ્બ્યુલન્સ બીકક્રાફ્ટ-200 પ્લેનનો ઉપયોગ કરે છે, એરક્રાફ્ટ ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સાથે, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને ECG મોનિટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો સાથે સજ્જ છે. એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને હવે ઝડપથી એક એરપોર્ટથી બીજા એરપોર્ટ પર તુરંત પહોંચાડી શકે શકાય છે, જેથી ક્રિટીકલ કંડીશનમાં તેઓને ઝડપથી અને સમયસર તબીબી સારવાર મળી શકે.
અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરવામાં આવી છે. વધુ માહિતી માટે અથવા એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે નાગરિકો 108 પર સંપર્ક કરી શકે છે.