નાણાં પડાવવા રેપના કેસ કરતી મહિલાની ધરપકડ
વકીલને બ્લેકમેલ કરવા જતા મહિલા ઝડપાઈ
જયપુર, રાજસ્થાનના જયપુરમાં પોસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક ડઝનથી વધુ બળાત્કારના કેસ દાખલ કરાવનાર એક મહિલાની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ મહિલા પર આ કેસોના બહાને એક વકીલને કથિત રીત બ્લેકમેલ કરીને નાણાં પડાવવાનો આરોપ છે. પોલીસ ટીમે આ મહિલાની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે.
જયપુર પશ્ચિમના ડીસીપી અમિતકુમાર અનુસાર એક વ્યક્તિએ આરોપી મહિલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ પોલીસે જબરદસ્તીથી વસૂલનની આઈપીસી કલમ ૩૮૪ સહિત અનેક કલમો હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન પોલીસને નાણાંકીય લેણદેણ સંબંધી પુરાવાઓ મળ્યા હતા ત્યારબાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાએ જયપુર, કોટા, ગુરૂગ્રામના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ વ્યક્તિઓ વિરૂદ્ધ બળાત્કારના ૧૩ કેસ કર્યા હતા. તેણીએ જયપુરમાં ખોટી રીતે રોકવાનો અને વધુ યૌન ઉત્પીડન કેસ દાખલ કરાવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ કેસોની તપાસ અલગ અલગ તબક્કામાં છે. કેટલાક કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જ્યારે કેટલાક કેસોમાં અંતિમ રિપોર્ટ રજૂ કરાયો છે જ્યારે કેટલાક કેસોની તપાસ ચાલી રહી છે.
જયપુર પોલીસે જણાવ્યું છે કે, તેઓએ મહિલા દ્વારા અત્યાર સુધીમાં દાખલ કરેલી તમામ એફઆઈઆરને મર્જ કરી તપાસ કરવામાં આવી રહી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતુ કે, મહિલાની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલીને તમામ કેસોની તપાસ શરૂ કરાઈ છે.