Western Times News

Gujarati News

વીજ કંપનીને સ્માર્ટ મીટર નહીં લગાવવા દેવાની દાદ સાથે હાઇકોર્ટમાં પિટિશન

અમદાવાદ, આ રિટમાં મધ્ય ગુજરાત વીજ કં.લિ. દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના આગ્રહ સામે અરજદારે રિટ કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે,‘અરજદારે પ્રત્યેક વીજ કનેક્શનના એડવાન્સ વીજ વપરાશની ડિપોઝીટની રકમ વીજ કંપનીને તેમના માંગ્યા મુજબ કચેરીમાં ડિપોઝીટ કરાવેલી છે.

આ વીજ કનેક્શનના પોસ્ટ પેઇડ મીટરોથી હાલ અરજદાર સંતુષ્ટ છે અને જ્યારે પ્રિ પેઇડ મીટરોની જરૂર જણાશે ત્યારે અમે વીજ કનેક્શન માટે તે મીટર લગાવવા વીજ કંપનીને અગાઉથી જાણ કરીશું. હાલ અમે અમારા પોસ્ટ પેઇડ વીજ મીટરોને પ્રિ પેઇડ સ્માર્ટ મીટરો સાથે બદલવા માંગતા નથી.

તેમ છતાંય કાયદાથી વિરુદ્ધ જઇને મધ્ય ગુજરાત વીજ કં.લિ. દ્વારા અમારા તથા અમારી કૌટુંબીક મિલ્કતોમાં લગાવેલા વિવિધ પોસ્ટ પેઇડ મીટરો અનઇન્સ્ટોલ કરીને મનસ્વી રીતે પ્રિપેઇડ સ્માર્ટ મીટરો ઇન્સ્ટોલ ન કરે તેવા આદેશ કરવા જોઇએ.’

રિટમાં એવી દાદ માંગવામાં આવી છે કે,‘ઇલેક્ટ્રિસિટી એક્ટ ૨૦૦૩ની કલમ ૪૭ની પેટા કલમ (૫)માં સ્પષ્ટ દર્શાવ્યું છે તે મુજબ ફક્ત જે જે વીજ ગ્રાહકો અંદાજિત વીજ વપરાશની એડવાન્સ રકમની ડિપોઝીટ વીજ કંપનીને જમા કરવા માંગતા ન હોય, તેવા ગ્રાહકોને પ્રિપેઇડ સ્માર્ટ મીટરો ઇન્સ્ટોલ કરી આપે.

જે ગ્રાહકો અંદાજિત વીજ વપરાશની એડવાન્સ રકમની ડિપોઝીટ વીજ કંપનીને જમા કરી હોય અને જમા કરવા માંગતા હોય તેવા ગ્રાહકોને ફક્ત પોસ્ટ પેઇડ વીજ મીટરોથી જ વીજ સપ્લાય પૂરા પાડે તેવી જોગવાઇ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશન ૨૦૦૬માં એમેન્ડ કરવામાં આવે તેવો આદેશ પણ કરવો જોઇએ.’

અરજદાર દ્વારા હાલમાં જે જાહેરનામાને લઇને વિવાદ શરૂ થયો છે તેની કાયદેસરતા અને બંધારણીયતાને પણ પડકારી છે. જે મામલે એવી રજૂઆત કરી છે કે,‘અરજદારની કૌટુંબીક મિલ્કતોમાં લગાવાયેલા વીજ કનેક્શનના રેગ્યુલર પોસ્ટ પેઇડ મીટરો બદલી પ્રિ પેઇડ સ્માર્ટ મીટરો રિપ્લેસ કરવાનો એમજીવીસીએલનો ઇરાદો ધ્યાને આવતાં જોગવાઇનો અભ્યાસ અરજદાર દ્વારા કરાયો છે.

રિટમાં રજૂઆત છે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્લુયેશન ૨૦૦૬ના ૨૩-૧૨-૨૦૧૯ના એમેન્ડમેન્ટ જાહેર કરાયા બાદ કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ પાવર દ્વારા ઇલેક્ટ્રિસિટી રાઇટ ઓપ કન્ઝ્યુમર રૂલ્સ ૨૦૨૦ને ૩૧-૧૨-૨૦૨૦ના રોજ અમલમાં લવાયો છે, તે નિયમમાં પ્રિ પેઇડ સ્માર્ટ મીટર ફરજિયાત પણે લગાવવાનું ક્યાંય દર્શાવાયું નથી.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.