નંદીગ્રામ હિંસા પર રાજ્યપાલે મમતા સરકાર પર કડક વલણ અપનાવ્યું

પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ગુરુવારે પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં એક વૃદ્ધ મહિલાની “હત્યા” મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીકા કરી હતી. તેમણે સીએમને તાત્કાલિક પગલાં લેવા અને કાર્યવાહીનો અહેવાલ તેમને સુપરત કરવાનો નિર્દેશ આપ્યો.
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, રાજ્યપાલે એક પત્રમાં સીએમ મમતાને “રક્તપાત” રોકવા માટે “ચેતવણી” આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આચાર સંહિતાના પરિમાણોમાં તમામ જરૂરી પગલાં લેવામાં આવે છે તેની ખાતરી કરો.
રાજ્યપાલે નંદીગ્રામમાં રાજ્ય સરકાર દ્વારા “પ્રાયોજિત હિંસા” સામે સખત વાંધો વ્યક્ત કર્યાે હતો અને ભાર મૂક્યો હતો કે કોઈપણ બંધારણીય ઉલ્લંઘનને ગંભીરતાથી લેવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે. આ સંદર્ભમાં રાજ્યપાલે ગુરુવારે સાંજે રાજ્ય સચિવાલયને પત્ર મોકલ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, “તેમણે (રાજ્યપાલ) સીએમ મમતા બેનર્જીને તાત્કાલિક પગલાં લેવા અને તેમને (રાજ્યપાલને) લેવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ તરત જ મોકલવાનો નિર્દેશ આપ્યો છે. ભારતના બંધારણની કલમ ૧૬૭ હેઠળ આવું કરવું ફરજિયાત છે.
કોઈપણ ઉલ્લંઘનને ગંભીરતાથી લેવામાં આવશે અને મુખ્યમંત્રીએ આચારસંહિતાના પરિમાણોમાં અસરકારક પગલાં લેવા જોઈએ.પશ્ચિમ બંગાળ પોલીસનું કહેવું છે કે બુધવારે રાત્રે નંદીગ્રામમાં અનુસૂચિત જાતિ સમુદાયની એક મહિલા ભાજપ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી, જેના પગલે ગુરુવારે પાર્ટીના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ વિસ્તાર તમલુક લોકસભા સીટ હેઠળ આવે છે અને તેને બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીનો ગઢ માનવામાં આવે છે જ્યાં ૨૫ મેના રોજ મતદાન થવાનું છે.આ ઘટનાના વિરોધ દરમિયાન ભાજપના કાર્યકરોએ નંદીગ્રામમાં ટાયરો સળગાવ્યા, રસ્તા રોક્યા અને દુકાનો બંધ કરી દીધી.
તેમણે આરોપ લગાવ્યો કે સોનાચુરા ગામમાં પાર્ટી કાર્યકર રતિબાલા અર્હીની હત્યા માટે ટીએમસી સમર્થિત ગુનેગારો જવાબદાર છે. પોલીસે જણાવ્યું કે બુધવારે રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં રતિબાલાના પુત્ર સંજય અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા.
પરિસ્થિતિને કાબૂમાં લાવવા બંગાળ પોલીસ, સેન્ટ્રલ ફોર્સ અને આરએએફના જવાનોએ ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. કથિત હત્યાના સંબંધમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.SS1MS