બારના ડીજે ઓપરેટરની ગોળી મારી હત્યા કરાઈ
રાંચી, ઝારખંડના રાંચીમાં એક બારમાં વિવાદ બાદ ડીજે ઓપરેટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે હત્યાની તપાસ પ્રાથમિક તબક્કે છે.
દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. એસએસપીએ જણાવ્યું કે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે.રાંચીના એક બારમાં વિવાદે હિંસક વળાંક લીધો છે. પોલીસનું કહેવું છે કે હુમલાખોરો અજાણ્યા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બારમાં સંગીત વગાડવાને લઈને વિવાદ થયો હતો.
વાસ્તવમાં, રાંચીના એક્સ્ટ્રીમ સ્પોટ્ર્સ બારમાં ૪ થી ૫ છોકરાઓ બેઠા હતા અને દારૂ પી રહ્યા હતા, જ્યારે ડીજે ઓપરેટર સંદીપ અને રેસ્ટોરન્ટ સ્ટાફ સાથે તેમનો વિવાદ થયો હતો.જો કે, તે સમયે વિવાદ કોઈક રીતે ઉકેલાયો હતો. નશામાં ધૂત યુવક પણ ત્યાંથી નીકળી ગયો હતો.
પરંતુ બાર બંધ થયા બાદ તે જ છોકરાઓ રાત્રે લગભગ ૧ વાગ્યાના અરસામાં ફરી આવ્યા હતા. એક યુવકે પિસ્તોલ કાઢીને ડીજે ઓપરેટર સંદીપને છાતી પર ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં સંદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો.સંદીપને તાત્કાલિક રિમ્સમાં મોકલવામાં આવ્યો હતો.
ત્યાંના તબીબોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યાે હતો. સોમવારે સવારે પોલીસ ટીમ અને અધિકારીઓએ તપાસ ઝડપી કરી હતી. બાર અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ ભયાનક બનાવથી ભય ફેલાયો છે અને બારમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે.રાંચીના ચંદન કુમાર સિન્હાએ જણાવ્યું કે ઘટનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. તપાસ કરવામાં આવી રહી છે.
એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. કાયદો હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં.આ ઘટનાએ ૧૯૯૯માં દિલ્હીમાં જેસિકા લાલ હત્યા કેસની યાદ અપાવી છે. ફરક એટલો છે કે મનુ શર્માએ જ્યારે બાર બંધ થયા બાદ દારૂ પીરસવામાં આવ્યો ન હતો ત્યારે ગોળીબાર કર્યાે હતો. અહીં ડીજેને લઈને ઝઘડો થયો હતો અને યુવકે જીવ ગુમાવ્યો હતો.SS1MS