ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે કેનેડામાં યહૂદી શાળામાં ફાયરિંગ
નવી દિલ્હી, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે અન્ય દેશોમાં પણ દેખાઈ રહી છે. તાજેતરનો કિસ્સો કેનેડામાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વહેલી સવારે ટોરોન્ટોમાં છોકરીઓની યહૂદી શાળામાં બે લોકોએ ગોળીબાર કર્યાે હતો.
આ ઘટના બાદ સમગ્ર કેનેડામાં યહૂદીઓ સાથે જોડાયેલા સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.ટોરોન્ટો પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો શનિવારે સવારે લગભગ ૫ વાગ્યાની આસપાસ કાળા રંગની કારમાં આવ્યા હતા.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બે વ્યક્તિ કારમાંથી બહાર નીકળતા અને દરવાજાની સામેથી સ્કૂલમાં ગોળીબાર કરતા જોવા મળે છે. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો પણ કારમાં ભાગી જતા જોવા મળી રહ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ કેનેડાના નેતાઓએ આ ઘટનાની નિંદા કરી છે. આૅન્ટેરિયોના પ્રીમિયર ડગ ફોર્ડે આ ઘટનાને ‘સેમિટિવિરોધી’નું પ્રદર્શન ગણાવ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં, તેણે કહ્યું, ‘આ કાયરોને શોધીને તેમને સજા પર લાવવાની જરૂર છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે નોર્થ યોર્કમાં એક યહૂદી શાળામાં ગોળીબારના અહેવાલો નિંદાને પાત્ર છે.કેનેડાના બી નાઈ બી રીથ અધિકાર જૂથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “શાળામાં ગોળીબાર સહન કરી શકાય નહીં.”
ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચાઉએ કહ્યું, ‘યહૂદી બાળકો અને પરિવારોને તેમની સુરક્ષા માટે જોખમ ન આપવું જોઈએ. બાળકો હાજર છે કે નહીં તેની પરવા કર્યા વિના શાળાને નિશાન બનાવવામાં આવી હતી.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આ યુદ્ધ ૭ ઓક્ટોબર ૨૦૨૩ની ઘટના બાદ શરૂ થયું હતું, જ્યારે હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસીને નરસંહાર કર્યાે હતો. આ ઘટનામાં લગભગ એક હજાર ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા. જતી વખતે હમાસના આતંકવાદીઓ ઘણા યહૂદી નાગરિકોને પણ પોતાની સાથે લઈ ગયા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સાથે મળીને ગાઝા પર સતત હુમલા શરૂ કર્યા. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ૩૫ હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે.SS1MS