ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 38.83 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 મેથી ખુલ્યો
અમદાવાદ, 27 મે, 2024 – એગ્રીકલ્ચર કોમોડિટીઝના વેપાર સાથે સંકળાયેલી અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સર્વિસીઝ પ્રોવાઇડર એવી ગુજરાતની ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE – 540190)નો રૂ. 38.83 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 મે, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્યો છે.
Ahmedabad based Franklin Industries Ltd’s Rs. 38.83 crore Rights opens from May 24
ઇશ્યૂ થકી એકત્રિત કરાયેલા ફંડનો ઉપયોગ કાર્યશીલ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે કરવામાં આવશે. કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ 24 મે, 2024ના રોજ શેર દીઠ રૂ. 7.50ના બંધ ભાવની સરખામણીએ શેરદીઠ રૂ. 3.58ની કિંમતે ઓફર કરવામાં આવ્યા છે. રાઇટ્સ ઇશ્યૂ 11 જૂન, 2024ના રોજ બંધ થશે.
કંપની ઇક્વિટી શેરદીઠ રૂ. 3.58ના ભાવે (જેમાં ઇક્વિટી શેર દીઠ રૂ. 2.58નું પ્રિમિયમ સમાવિષ્ટ છે) રોકડમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 10,84,50,000 ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 38.83 કરોડ જેટલું છે. સૂચિત રાઇટ્સ ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 3:1 છે અર્થાત રેકોર્ડ તારીખ 13 મે, 2024ના રોજ લાયક ઇક્વિટી શેરધારકો દ્વારા રખાયેલા દરેક એક ફુલ્લી-પેઇડ અપ ઇક્વિટી શેર માટે પ્રત્યેક રૂ. 1ના 3 રાઇટ્સ ઇક્વિટી શેર્સ મળશે. ઓન-માર્કેટ હકો રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ ત્યાગ કરવાની છેલ્લી તારીખ 5 જૂન, 2024 છે.
રૂ. 38.83 કરોડની ઇશ્યૂની રકમમાંથી કંપની રૂ. 29.26 કરોડનો ઉપયોગ કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે અને રૂ. 9.31 કરોડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
કંપની ખેતીની જમીન ભાડે આપીને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે જ્યાં તેઓ કાકડી, ડુંગળી અને એરંડાની ખેતી કરે છે. કંપની ઉપજનો એક ભાગ એવા ખેડૂતો સાથે વહેંચે છે જેઓ લીઝ પર આપેલી જમીન પર કરાર આધારિત કામ કરે છે, જેનાથી સ્થાનિક ખેડૂતોના સમુદાયને ટેકો મળે છે.
1983માં સ્થપાયેલી ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઘઉં, ચોખા, મકાઈ, શાકભાજી (કેપ્સિકમ, ટામેટા વગેરે સહિત), ફળો (કેરી, તડબૂચ, દ્રાક્ષ વગેરે સહિત) અને અન્ય કૃષિ પેદાશો જેવી એગ્રીકલ્ચર કોમોડિટીઝના વેપારના ધંધા સાથે સંકળેયાલી છે. કંપનીએ તાજેતરમાં જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બિઝનેસમાં તેની વ્યાપારિક કામગીરીને ડાયવર્સિફાઇ કરવાની વ્યૂહાત્મક પહેલની જાહેરાત કરી હતી.
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તેના બિઝનેસ ફ્રેમવર્કમાં વિસ્તરણ અને નવીનતા માટે મહત્વપૂર્ણ સંભાવના ઓફર કરે છે. આ પહેલ કૃષિ પદ્ધતિઓને વધારવા, ટેક્નોલોજીકલ સુધારાનો લાભ લેવા અને સ્થાનિક ખેડૂતો તથા કૃષિ હિસ્સેદારો બંને પક્ષે લાભ કરે તેવી ભાગીદારી સ્થાપવાના કંપનીના વિઝન સાથે જોડાયેલી છે.
કંપની કાકડી, ડુંગળી અને એરંડા જેવા કૃષિ પેદાશો માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ સેવાઓ પણ પૂરી પાડે છે. કંપની આ પ્રોડક્ટ્સને ઉત્પાદકો પાસેથી એડવાન્સ પેમેન્ટ ચૂકવીને અથવા સંમતિ મુજબની શરતો અનુસાર મેળવે છે અને પછી તેને અમારા ડિસ્ટ્રીબ્યુટર્સના નેટવર્કને વેચે છે. બજારમાં અમારી હાજરી દ્વારા અમે ખેડૂતો અને હોલસેલર/રિટેલર સમુદાય બંને સાથે મજબૂત સંબંધો વિકસાવ્યા છે.
માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 50.95 કરોડની કુલ આવક નોંધાવી છે જે રૂ. 20.52 કરોડની કુલ આવકની સરખામણીએ 148 ટકાનો વધારો છે. માર્ચ, 2024ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 10.46 કરોડ નોંધાયો હતો જે ગત નાણાંકીય વર્ષમાં આ જ ગાળામાં રૂ. 21.43 લાખના ચોખ્ખા નફા કરતાં અનેકગણો વધારો છે. કંપનીએ જાન્યુઆરી 2024માં શેરદીઠ રૂ. 10માંથી શેરદીઠ રૂ. 1માં શેરનું વિભાજન કર્યું હતું.
સંપૂર્ણ સબ્સ્ક્રીપ્શનની ધારણા સેવતા ઇશ્યૂ પછી બાકી રહેલા ઇક્વિટી શેર્સની સંખ્યા હાલના 3.61 કરોડ ઇક્વિટી શેર્સથી વધીને રૂ. 14.46 કરોડ ઇક્વિટી શેર્સ થશે.