Western Times News

Gujarati News

સાઉદી અરેબિયાએ સીરિયા સાથે પોતાના સંબંધો પુનઃસ્થાપિત કર્યા

નવી દિલ્હી, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સીરિયા સાથેના સંબંધો પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે, જે એક સમયે દુશ્મન દેશ હતો.

રવિવારે સમાચાર આવ્યા કે સાઉદી અરેબિયા ૧૨ વર્ષ સુધી સીરિયા સાથેના સંબંધો સ્થગિત કર્યા બાદ રાજધાની દમાસ્કસમાં પોતાના રાજદૂતની નિમણૂક કરી રહ્યું છે. સંબંધો સુધારવાના ઉદ્દેશ્યથી સીરિયાને પણ એક વર્ષ પહેલા આરબ લીગમાં સામેલ કરવામાં આવ્યું હતું.

સાઉદી અરેબિયાની સત્તાવાર સમાચાર એજન્સી, સાઉદી પ્રેસ એજન્સીએ ૨૦૧૨ પછી સીરિયામાં રાજ્યના પ્રથમ રાજદૂત તરીકે ફૈઝલ અલ-મુઝફેલની નિમણૂકની જાહેરાત કરી છે. રાજદૂતની નિમણૂકની સાઉદી ઘોષણા સીરિયાના ૨૨ રાષ્ટ્રોના જૂથ, આરબ લીગમાં ફરી જોડાયાના એક વર્ષ કરતાં વધુ સમય પછી આવે છે.

૨૦૧૧ માં, સીરિયામાં મોટા પ્રમાણમાં સરકાર વિરોધી દેખાવો થયા હતા, જેને રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકાર દ્વારા નિર્દયતાથી દબાવવામાં આવ્યા હતા. તેના વિરોધમાં સાઉદી અરેબિયાએ સીરિયા સાથેના સંબંધો સ્થગિત કરી દીધા હતા. સાઉદીએ ૨૦૧૨માં સીરિયા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

સીરિયન વિદ્રોહ સમયાંતરે ગૃહ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે અને ૧૪ વર્ષ પછી આ ગૃહયુદ્ધે અડધા મિલિયન લોકોના જીવ લીધા છે. ગૃહયુદ્ધને કારણે ૨.૩ કરોડ લોકો વિસ્થાપિત થયા છે.

યુદ્ધ મોટાભાગે લાંબા સમયથી બંધ થઈ ગયું છે અને તેને સમાપ્ત કરવા માટે રાજકીય ઉકેલો શોધવામાં આવી રહ્યા છે.ફેબ્›આરી ૨૦૨૩ માં, તુર્કી અને ઉત્તરી સીરિયા વિનાશક ભૂકંપનો ભોગ બન્યા હતા. ૭.૮ની તીવ્રતાના આ ભૂકંપથી બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી.

ભૂકંપના કારણે સીરિયાના લોકોની હાલત જોઈને આરબ દેશોએ રાષ્ટ્રપતિ અસદ સાથેના સંબંધો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા.માર્ચ ૨૦૨૩ માં, સાઉદી અરેબિયા અને ઈરાન બેઇજિંગ (ચીનની રાજધાની) માં વાટાઘાટો પછી રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવા સંમત થયા હતા.

આ સમજૂતી એક મોટી રાજદ્વારી સફળતા હતી જેનો હેતુ બંને દેશો વચ્ચેના સંઘર્ષને ઘટાડવાનો હતો. ઈરાન સીરિયામાં અસદ સરકાર અને લેબનીઝ હિઝબુલ્લાહ જૂથ માટે મુખ્ય રાજકીય અને લશ્કરી સાથી છે.દરમિયાન, યમનમાં, સાઉદી અરેબિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસમાં ૨૦૧૫ થી ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે ગઠબંધન દળોનું નેતૃત્વ કર્યું છે.

આ સંઘર્ષ તાજેતરના વર્ષાેમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે પ્રોક્સી યુદ્ધમાં ફેરવાઈ ગયો છે, જો કે, બંને પક્ષોએ હવે સંબંધો પુનઃસ્થાપિત કર્યા છે અને હાલમાં આ મોરચે શાંતિ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.