પ્રેમીએ પ્રેમિકાના આધારકાર્ડમાં ચેડાં કરી હોટલમાં એન્ટ્રી મેળવતા હોબાળો
અમદાવાદ, જજીસ બંગલો રોડ પર આવેલી એક હોટલમાં એક યુવક અને તેની પ્રેમિકાએ એન્ટ્રી લીધી હતી. જે યુવક હતો તેણે તેની પ્રેમિકાના આધારકાર્ડમાં છેડછાડ કરી-એડિટીંગ કરીને નામઠામ બદલીને એન્ટ્રી લીધી હોવાનું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને જાણવા મળ્યું હતું.
જેથી આ કાર્યકર્તાઓ તાત્કાલિક હોટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં આ યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યાે હતો. જેથી વસ્ત્રાપુર પોલીસે આ મામલે ખરાઇ કરીને બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર પોલીસને જજીસ બંગલો રોડ પરની સુબા હોટલમાં ઝઘડો થયો હોવાનો મેસેજ મળતા પોલીસે ત્યાં પહોંચી હતી. ત્યાં પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ અને બદરંગ દળના કાર્યકરો હાજર હતા.
આ લોકોએ પોલીસને જણાવ્યું કે, તેમણે હોટલમાંથી એક યુવકને તેની પ્રેમિકા સાથે ઝડપી પાડ્યો છે. યુવક અને યુવતી અલગ અલગ ધર્મના છે. જેથી પોલીસે ૨૪ વર્ષીય યુવતી અને રેહાન અહેમદ અબ્દુલ રશીદ શેખ (ઉ.૨૬, રહે. મસ્જિદ મહોલ્લો, છોટા ઉદેપુર) ને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા.
જ્યાં બંનેની પૂછપરછ કરતા તે બંને વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો અને હોટલમાં મળવા માટે ભેગા થયા હતા. રેહાન અહેમદ અબ્દુલ રશીદ શેખે સુબા સ્ટારમાં જે આઇડી પ્‰ફ આપ્યા હતા, તેની પોલીસે ખરાઇ કરતા યુવતીના આધાર કાર્ડમાં એડિટીંગ કરીને છેડછાડ કરાઇ હોવાનું સામે આવ્યું હતું.
જેથી પોલીસે બંને લોકો સામે ગુનો નોંધી તપાસ કરતા બંનેએ અગાઉ અન્ય હોટલોમાં પણ આ ખોટા ડોક્યુમેન્ટ પર એન્ટ્રી મેળવી હોવાનું સામે આવ્યું છે. આ યુવક-યુવતીની પોલીસે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે, યુવતી છોટા ઉદેપુર એક લગ્ન પ્રસંગમાં ગઇ ત્યારે તેની મુલાકાત રેહાન અહેમદ અબ્દુલ રશીદ શેખ સાથે થઇ હતી.
બાદમાં બંને સોશિયલ મીડીયા પર વાતચીત કરતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને અલગ ધર્મના હોવાથી હોટલમાં એન્ટ્રી મેળવવામાં આવતી મુશ્કેલી દૂર કરવા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.SS1MS