Western Times News

Gujarati News

B.Sc.ની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન

પાસપોર્ટ જમા કરાવવા અને અદાલતની પરવાનગી વિના રાજયની હદ નહી છોડવા સહિત શરતોએ જામીન મંજૂર
અમદાવાદ,  શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતી અને ઘાટલોડિયા વિસ્તારમાં પ્રેસીડન્સ સાયન્સ કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના નગ્ન ફોટા પાડી, વીડિયો ઉતારી તેના આધારે દુષ્કર્મ આચરવાના ચકચારભર્યા કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી એવા પાડોશી યુવકને અત્રેની સેશન્સ કોર્ટે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.

એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોત્રાએ પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરવાની સાથે અરજદારને પાસપોર્ટ જમા કરાવવા અને અદાલતની પરવાનગી વિના રાજયની હદ છોડવી નહી સહિતની શરતો સાથે રૂ.દસ હજારના શરતી જામીન આપ્યા હતા.

નવા નરોડા વિસ્તારમાં રહેતી અને ઘાટલોડિયા વિસ્તારમાં પ્રેસીડન્સ સાયન્સ કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના નગ્ન ફોટા પાડી, વીડિયો ઉતારી તેના આધારે સ્થાનિક પાડોશી યુવક દ્વારા દુષ્કર્મ આચરવાના ચકચારભર્યા કેસમાં અરજદાર કમલેશ વિષ્ણુભાઇ પટેલ તરફથી એડવોકેટ પ્રતિક નાયક અને તુષાર રૂપાલને કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદારની બિલકુલ ખોટી રીતે સંડોવણી કરાઇ છે.

વાસ્તવમાં, આક્ષેપિત ગુનાના કોઇ તત્વો તેની સામે ફલિત થતા નથી. પ્રસ્તુત કેસમાં ફરિયાદી છોકરી અને અરજદાર વચ્ચે બનાવ પહેલેથી વાતચીત થતી રહેતી હતી અને પ્રેમસબંધ હતા. અરજદારે ફરિયાદી છોકરીને તેની બર્થ ડે ગીફ્ટમાં સોનાની વસ્તુ આપી હતી, જે સાબિત કરે છે તેમની વચ્ચે પ્રણયસંબંધ હતા. વળી, જે હોટલની વાત કરવામાં આવે છે તે હોટલના રજિસ્ટરમાં આ છોકરીનું નામ જ નહી હોવાનું ખુદ હોટલમાલિકના નિવેદનમાં ખૂલ્યું છે.

વળી, પોલીસે હોટલના સીસીટીવી પણ કબ્જે કર્યા નથી ત્યારે આ કેસમાં અરજદાર વિરૂધ્ધ પ્રથમદર્શનીય રીતે દુષ્કર્મનો કેસ બનતો નથી પરંતુ તેમછતાં અરજદારની આ ગુનામાં સંડોવણી કરી ધરપકડ કરી લેવાઇ હતી. અરજદાર છેલ્લા અઢી મહિના ઉપરાંતના સમયથી જેલમાં છે. વળી, સમગ્ર કેસની ફરિયાદ એક વર્ષ બાદ નોંધાવાઇ છે.

આ કેસમાં ચાર્જશીટ પણ પોલીસ દ્વારા ફાઇલ થઇ ગયું છે અને તપાસ પૂર્ણ થઇ ગઇ છે ત્યારે હવે અરજદારને બિનજરૂરી રીતે જેલમાં ખોટી રીતે રાખવાનો કોઇ અર્થ નથી, તેમાં અરજદારના મૂળભૂત અને બંધારણયી અધિકારોનો પણ ભંગ થાય તેમ છે. આ સંજાગોમાં કોર્ટે અરજદારના જામીન મંજૂર કરવા જાઇએ. અરજદારપક્ષ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીના શરતી જામીન મંજૂર રાખ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.