Western Times News

Gujarati News

એક્સિસ બેન્ક ફાઉન્ડેશને આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઈન્ડિયાના સહયોગમાં એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો

18 માસનો એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હેતુ ગ્રામીણ ભારતમાં આંત્રપ્રિન્યોર્સને સહાય કરતા એનજીઓને તાલીમ અને તેની ક્ષમતા વિકસિત કરવાનો છે.

નેત્રંગ, ગુજરાત28 મે2024: એક્સિસ બેન્ક ફાઉન્ડેશને એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છેજે 18 મહિના સુધી એનજીઓના સહયોગમાં ગ્રામીણ વિસ્તારોમાં આંત્રપ્રિન્યોરશીપ વિશે સમજ અને તાલીમ કેળવશે. આ પ્રોગ્રામ આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઈન્ડિયા સાથેના સહયોગમાં હાથ ધરવામાં આવ્યો છે. જે ગ્રામીણ એન્ટરપ્રાઈઝ અને આંત્રપ્રિન્યોરશીપ પ્રોગ્રામ મારફત ટકાઉ વિકાસને વેગ આપશે.  Axis Bank Foundation launches the Enterprise Development Programme in collaboration with Aga Khan Rural Support Programme India (AKRSPI)

એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત ગુજરાતના ભરૂચમાં સ્થિત નેત્રંગ ખાતે 28થી 30 મે, 2024ના રોજ આયોજિત ત્રિદિવસીય વર્કશોપથી થશે. આ વર્કશોપમાં ફિલ્ડ વિઝિટપિઅર લર્નિંગ (સાથીઓ સાથે મળી તાલીમ)એક્સપર્ટ ઈન્ટરેક્શન (નિષ્ણાતો સાથે ચર્ચા-વિચારણા)સિમ્યુલેશન્સ અને ગ્રુપ અસાઈનમેન્ટ્સ સહિતના કાર્યક્રમો આવરી લેવામાં આવશે. જે એક અજોડ અને ઉપયોગી લર્નિંગ એક્સપિરિયન્સ પ્રદાન કરશે.

આ પ્રોગ્રામ ગ્રામીણ આંત્રપ્રિન્યોર્સને ટુલ્સઈનપુટ્સઅને ગ્રામીણ વેપાર તકો વિશે સમજણ પર ભાર મૂકશે. વધુમાં તે એનજીઓના સહયોગ હેઠળ ગ્રામીણ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ માટે ભાગ લેનારા લોકોને તાલીમ પૂરી પાડશે અને પ્રોસેસ તથા ઈન્ટરનલાઈઝ્ડ સિસ્ટમને વેગવાન બનાવશે.

પ્રોગ્રામના મુખ્ય અંશોઃ

·         પિઅર લર્નિંગ વર્કશોપ્સઃ જ્ઞાનની આપ-લે તથા સાથે મળી લર્નિંગની સુવિધા પ્રદાન કરશે

·         ગાઈડેડ અસાઈનમેન્ટ્સ (અસાઈનમેન્ટ્સ વિશે માર્ગદર્શન): પ્રેક્ટિલ નોલેજની સાથે અનુભવ માણવાની તક

·         કોન્સ્ટન્ટ કોચિંગ એન્ડ સપોર્ટ (સતત તાલીમ અને સહાય): સતત વિકાસ અને માર્ગદર્શનની ખાતરી આપશે

·         એન્ગેજમેન્ટ (જોડાણ): વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચાઓ કરવાની તક

 એક્સિસ બેન્ક ફાઉન્ડેશનના ઈટી અને સીઈઓ ધ્રુવી શાહે જણાવ્યું હતું કેAKRSPIના સહયોગ હેઠળ લોન્ચ કરવામાં આવી રહેલો એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અમારા માટે મહત્વની ક્ષણ છે. આ પ્રયાસ મારફત અમે અમારા જીવનશૈલીમાં સુધારોઆર્થિક મોબિલિટીને વેગ તથા ગ્રામીણ પરિવારો અને સમુદાયોને સાહસ માટે તક પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા પર વધુ ફોકસ મૂકી રહ્યા છીએ.

એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગ્રામીણ આંત્રપ્રિન્યોર્સને સશક્ત બનાવવાટકાઉ અને સ્થિર જીવનશૈલી માટે સુધારો અને આર્થિક વિકાસને વેગ આપવા પર ભાર મૂકે છે. વ્યાપક ટુલ્સ, ટ્રેનિંગ અને સમર્થન સાથે અમારો ઉદ્દેશ્ય એક સમૃદ્ધ આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમ કેળવવાનો છે જે માત્ર બેરોજગારીમાં ઘટાડો જ નહીંપરંતુ ગ્રામીણ સમુદાયોની ક્ષમતામાં પણ વધારો કરે છે.

 આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ-ઈન્ડિયાના સીઈઓ નવીન પાટિદારે જણાવ્યું હતું કેAKRSPI ખાતે અમે ગ્રામીણ વિસ્તારોમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા આંત્રપ્રિન્યોર્સને પાયાના સ્તરેથી સશક્ત બનાવવામાં માનીએ છીએ. આપણા દેશમાં ગ્રામીણ અને પછાત વિસ્તારો પાસે વિશાળ તકો અને ક્ષમતાઓ છે. જેને નાના વેપાર મારફત મોટાપાયે રોજગાર પ્રદાન કરવા માગીએ છીએજે તેમને સમજાવે છે કેઆર્થિક વિકાસ માટે તેમનો સહયોગ અત્યંત જરૂરી છે. એક્સિસ બેન્ક ફાઉન્ડેશન સાથે મળી લોન્ચ કરવામાં આવેલો એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ જ પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.

આ પ્રોગ્રામનો હેતુ ગ્રામીણ આંત્રપ્રિન્યોર્સના વિચારોને ટેકો આપી નવી શરૂઆત કરવા તેમજ તેમના બિઝનેસને વિસ્તરિત કરવાનો છે. ગ્રામીણ સમુદાયો અને તેમની આજીવિકા માટે આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારો જોખમી છે. જેથી ગ્રામીણ આંત્રપ્રિન્યોર્સમાં રોકાણ કરી તેમની આવક માટે બીજો સ્રોત ઉભો કરી આપીશું જે તેમને આગામી પડકારોનો સામનો કરવા માટે મજબૂત બનાવશે.

 આ સહયોગ ગ્રામીણ આંત્રપ્રિન્યોરશીપ દ્વારા બેરોજગારીનો સામનો કરવા અને ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગ્રામીણ આંત્રપ્રિન્યોર્સને ટેકો આપીને તેમના બિઝનેસ ટર્નઓવરમાં વધારો કરવા એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર છે. જે ગ્રીણ અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપશે. આ પહેલ ભારતની બેરોજગારીના પડકારોને ઉકેલવામાં સહયોગ અને ઈનોવેશનની ક્ષમતા પ્રતિબિંબ કરે છે. જે ગ્રામીણ સમુદાયો માટે વધુ ઉજ્જવળવધુ સમૃદ્ધ ભવિષ્યનો માર્ગ મોકળો કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.