અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં બે ગેમઝોનના સંચાલકો સામે ગુના નોંધાયા
રાજ્યમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ -આનંદનગર અને નિકોલના એક-એક સંચાલકો સામે ગુનાઓ નોંધાયા
(એજન્સી)અમદાવાદ, રાજકોટ અગ્નિકાંડને પગલે સમગ્ર રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જિલ્લા પોલીસ વડાઓ સહિતના અધિકારીઓની ઊંઘ ઊડી ગઈ છે. સમગ્ર તંત્રને સરકાર દ્વારા રાજ્યમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવાની સખત તાકીદ કરવામાં આવી છે અને તેને આધારે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, તેના આદેશના પગલે અમદાવાદમાં પણ તંત્ર કામે લાગી ગયું હતું .
દરમિયાનમાં શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં બે અને આનંદનગર તથા નિકોલના એક એક સંચાલકો સામે ગેરકાયદે ગેમ ઝોન ચલાવવાના આરોપ સર ગુના નોંધવામાં આવ્યા છે. શહેરના ચાર ગેમ ઝોનના માલિક વિરુદ્ધ પોલીસે ગુનાઓ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સોલા, આનંદનગર અને નિકોલ પોલીસે તેમની હદમાં ચાલતા ગેરકાયદે ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ કોર્પોરેશનના અભિપ્રાય બાદ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગોતામાં આવેલા ફન ગ્રીટો, જોધપુર સીમા હોલ નજીક ફાયર એનઓસી તથા પોલીસ પરવાનગી વિના ચાલી રહેલા ગેમ ઝોનને સીલ મારવામાં આવ્યું છે.
તેના સંચાલક વિજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બીજીતરફ નિકોલના પ્લેટિનિયમ પ્લાઝામાં આવેલા ફન કેમ્પસ ગેમઝોનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ ફાયર એન.ઓ.સી તથા પોલીસ પરવાનગી ઉપરાંત હવા-ઉજાસ માટેની બારીઓ ઉપલબ્ધ નહીં હોવાના કારણોસર કોર્પોરેશન દ્વારા ગેમ ઝોનને સીલ કરી દેવાયું છે. સાથે જ નિકોલ પોલીસ સ્ટેશને ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરની સોલા, આનંદનગર તથા નિકોલ પોલીસે તેમના વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગોતામાં આવેલા ફન ગ્રીટોમાં પણ સરકારી નિયમોને નેવે મૂકીને ગેમ ઝોન ચલાવવામાં આવતું હતું, જોધપુરમાં સીમા હોલ નજીક આવેલા ગેમ ઝોનમાં ફાયર એન.ઓ.સી,પોલીસ મંજૂરી તથા અન્ય બીજી જરૂરી પરવાનગી મેળવી ન હતી.
તેવી જ રીતે નિકોલમાં પ્લેટીનીયમ પ્લાઝામાં ચાલતા ગેમ ઝોનમાં પણ કોઈપણ જાતની પરવાનગી વિના ગેમ ઝોન બેફામ ચલાવવામાં આવતું હોવાથી નિકોલ પોલીસે ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટની ગેમઝોનની ગોજારી દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓની બેઠકમાં આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન થાય નહીં તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આવી જગ્યાઓ પર ખાસ ચેકિંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જિલ્લા પોલીસ વડાઓને ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા અને જે ગેમ ઝોનનું ફાયર ન હોય તથા લાઈસન્સ ન હોય તેમજ નિયમ મુજબની કાર્યવાહી કરી ન હોય તેના માલિકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ્ ગેમઝોનની ગોજારી દુર્ઘટનાને પગલે શહેરમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું
અને જે ગેમ ઝોનનું ફાયર ન હોય તથા લાઈસન્સ ન તેવા ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા હતા જે ગેમ ઝોનમાં ૧. ટોય જોય ટેલ્સ, સેટેલાઈટ , ૨. શોટ્સ, સિંધુ ભવન રોડ , ૩. ઇન્ડી ક‹ટગ, શીલજ, ૪. ફ્રેન્ડલી કા‹ટગ, શીલજ , ૫. પીકલ બોલ ક્લબ, શીલજ ઉપરાંત આનંદનગર સીમ હોલમાં આવેલા ગેમ ઝોન, ચાંદલોડિયામાં આવેલો જોય એન્ડ જોય, ઘુમા આવેલા જોય બોક્સ, આરોહી રોડ પર આવેલા ફોન ઝોનનો સમાવેશ થાય છે.