Western Times News

Gujarati News

આંધી વંટોળ સાથે 30 કિમીની ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાશે

The possibility of a hurricane hitting the coast of Saurashtra

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં હાલ ગરમીથી થોડી રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેવાના આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, આગામી ૩ દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે.

આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ દરમિયાન ૨૫ થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતભરમાં આકરી ગરમી પડી રહી છે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી આ ગરમીમાંથી છૂટકારો મળે ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલે મોટી આગાહી કરી છે

જેમા જણાવ્યું છે કે ચોમાચાની શરૂઆતમાંજ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૪ જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી જશે તેમના જણાવ્યા મુજબ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે.

ભારતના હવામાન વિભાગે આ વખતે ખેડૂતો ને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું ૩૧ મેના રોજ કેરળમાં આવી શકે છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.