મહારાષ્ટ્રના પુણેમાં બાઇક સવાર બે બદમાશોએ એક વ્યક્તિને ગોળી મારી
ઘટના બાદ લોકો ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા
માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે
પુણે,એક વ્યક્તિ દુકાનની સામે ઊભો હતો અને બાઇક પર આવેલા બદમાશોએ તેને ગોળી મારી દીધી હતી.મહારાષ્ટ્રના પુણેમાં બાઇક સવાર બે બદમાશોએ એક વ્યક્તિને ગોળી મારી હતી. ઘટના બાદ લોકો ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મહારાષ્ટ્રના પુણેમાં બાઇક સવાર બે બદમાશોએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ કેસની તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મૃતક સામે હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો છે.એજન્સી અનુસાર, પોલીસે જણાવ્યું કે, બુધવારે સાંજે પુણે જિલ્લાના પિંપરી ચિંચવાડના સાંગવી વિસ્તારમાં બે અજાણ્યા લોકો બાઇક પર આવ્યા હતા. બાઇક સવારોએ દીપક કદમ નામના ૩૫ વર્ષીય વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો અને તે સ્થળ પરથી નાસી ગયો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે દીપક એક દુકાન સામે ઊભો હતો. હત્યાના બનાવથી પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.આ ઘટના અંગે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગોળી વાગ્યા બાદ દીપકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે એવી આશંકા છે કે કોઈ જૂની અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે હુમલાખોરોની શોધ ચાલી રહી છે. મૃતક સામે હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો છે. હાલ હત્યાના બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ss1