શ્રીલંકામાં ISIS સાથે કનેક્શન ધરાવતા વધુ બે શકમંદોની ધરપકડ
એક આરોપીની ઓળખ હેન્ડલર તરીકે થઈ
શ્રીલંકાના સુરક્ષા દળોને શંકા છે કે ઓસમન્ડ ગેરાર્ડ તરીકે ઓળખાયેલ ૪૬ વર્ષીય વ્યક્તિ હેન્ડલર તરીકે કામ કરી રહ્યો હતો
નવી દિલ્હી,શ્રીલંકાની પોલીસે ISIS સાથે કનેક્શન ધરાવતા વધુ ૨ શકમંદોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલા વધુ બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ગુજરાત ATS) દ્વારા તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે સંકળાયેલા ૪ શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ચારેય શકમંદોએ ૧૯ મેના રોજ કોલંબોથી ચેન્નાઈ માટે ઈન્ડિગોની ફ્લાઈટ લીધી હતી. શ્રીલંકાના સુરક્ષા દળોને શંકા છે કે ઓસમન્ડ ગેરાર્ડ તરીકે ઓળખાયેલ ૪૬ વર્ષીય વ્યક્તિ હેન્ડલર તરીકે કામ કરી રહ્યો હતો અને તેણે ચાર શકમંદોને શ્રીલંકાથી ભારતમાં લઈ જવામાં મદદ કરી હતી.મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ૪ શકમંદોને યહૂદીઓના મહત્વના સ્થળોને નિશાન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
તે તેના પાકિસ્તાની હેન્ડલરના સિગ્નલની રાહ જોઈ રહ્યો હતો. એજન્સીનું કહેવું છે કે આ ISISનો નવો પ્રયોગ છે. કારણ કે એવું ભાગ્યે જ બને છે કે ISIS વિદેશી આતંકવાદીઓને ભારતમાં મોકલે છે. આ પોતે જ આતંકવાદી સંગઠનનો નવો પ્રયોગ છે.ISIS સતત ભારતમાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ જ કારણ છે કે અહીં તેમની ગતિવિધિઓ તેજ બની છે. આવી ઘણી ઘટનાઓ પણ સામે આવી છે જેમાં ISISની સંડોવણીના પુરાવા મળ્યા છે.
ઘણા શકમંદો અને ISISના આતંકવાદીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આઈએસઆઈએસના ઈન્ડિયા ચીફની માર્ચમાં આસામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ISISનો ભારતીય ચીફ અને તેનો એક સહયોગી બાંગ્લાદેશની સરહદ પાર કરીને ભારતમાં ઘુસ્યો હતો. આસામના ધુબરી જિલ્લામાંથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. તે ભારતમાં આતંકવાદી ફંડિંગ પ્રવૃત્તિઓ અને ISISમાં લોકોની ભરતીમાં સામેલ હતો.ss1