Western Times News

Gujarati News

દાંડી,ઉભરાટનો દરિયા કિનારો આ કારણસર રહેશે બંધ

આ અંગે જિલ્લા અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડી દરિયાકિનારા અને પર્યટન સ્થળો બંધ રાખવા હુકમ કર્યો છે

નવસારી,  રાજ્યમાં ગરમીનો પ્રકોપ બાદ હવે વાવાઝોડાના આગમનના અેંધાણ વરતાઈ રહ્યા છે. વાવાઝોડાને પગલે દાંડી,ઉભરાટનો દરિયા કિનારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડી દરિયાકિનારા અને પર્યટન સ્થળો બંધ રાખવા હુકમ કર્યો છે.

આજે કલકેટર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે જે આજથી ૨ જૂન સુધી લાગુ રહેશે. એટલે કે આજથી ૨ જૂન સુધી દરિયા કિનારાઓ પર સહેલાણીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહીને પગલે દરિયા કિનારાઓ પર એલર્ટ જારી કરાયું છે. આ અંગે જિલ્લા અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડયું. જેમાં પર્યટન સ્થળો અને સહેલાણીઓ મામલે આદેશ જારી કરાયા.

દરિયા કિનારો પર એલર્ટ જારી કરતા માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. કલેટર જાહેરનામા મજબ દરિયાકિનારા અને પર્યટન સ્થળો બંધ રાખવા હુકમ કરાયો છે. આજથી ૨ જૂન સુધી નવસારીના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ રહેશે. વાવાઝોડાની આગાહીને સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો.

દાંડીના દરિયા કિનારે સહેલાણીઓ પ્રવેશ ના કરે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.રાજ્યમાં એકબાજુ કાળઝાળ ગરમીનો માહોલ છે. મે મહિનાના અંતમાં ગરમી પણ ધીરે-ધીરે વિદાય લે તેવી સંભાવના છે. જૂન મહિના આગમન સાથે ચોમાસુ દસ્તક દઈ શકે છે.

જો કે બંગાળની ખાડીમાં રેમાલ વાવાઝોડું ટકરાતા તેની અસર ગુજરાતના દરિયા કિનારે પણ જોવા મળી શકે છે. જો વાવાઝોડું દરિયાતટ પર ટકરાશે તો ભારે નુકસાનની સંભાવના છે. આથી જ ભયાનાક જાનહાનિ ટાળવા રાજ્ય સરકાર દ્વારા દરિયા કિનારાના પર્યટન સ્થળ અને સહેલાણીઓની સુરક્ષાને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.

રાજ્યમાં અત્યારે જ્યારે રાજકોટના અગ્નિકાંડને લઈને દિનપ્રતિદિન નવા સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે તંત્ર પણ વધુ બેદરકાર ના બનતા વાવાઝોડાના આગમન પહેલા પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.