સોમનાથ હાઈવે પર બ્રિજની કામગીરી દરમ્યાન મજૂરનું મોત
(એજન્સી)ભાવનગર, ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મજૂરનું મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી ચાલુ છે. બ્રિજની કામગીરી દરમ્યાન લોડરમાં મજૂર આવી જતા નિપજ્યું મોત. બનાવની જાણ થતા પીપાવાવ પોલીસે ઘટના સ્થળે દોડી આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃત્યુ પામનાર યુવક બિહારનો વતની હતો.
જે કમાણી કરવા ગુજરાત આવ્યો હતો. પ્રાંતીય ઈસમનું અકસ્માતે મોત થતા મોટી સંખ્યામાં પરંપરાતીઓ લોકો એકત્રિત થયા હતા. ગુજરાતમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી ધમધોકાર ચાલી રહી છે. રાજ્યમાં અસહ્ય પડતી ગરમીમાં પણ મજૂરો દિવસભર કામ કરતા રહે છે. રાજ્ય સરકારના આદેશ બાદ બપોરે મજૂરોને કામમાંથી રાહત આપવામાં આવે છે.
દરમ્યાન નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી ચાલુ છે ત્યારે રાજુલાની ભેરાઇ ચોકડી નજીક ગમખ્વાર ઘટના બનવા પામી. ભેરાઈ ચોકડી પાસે કામગીરી દરમ્યાન મજૂર યુવક પર રોલર ફરી વળતા કમકમાટી ભર્યુ મોત થયું. પીપાવાવ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી.
મૃત્યુ પામેલ બિહારના યુવકને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો. સમગ્ર મામલે પીપાવાવ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.