કેરળ કોંગ્રેસે બિગ બીને કરી આ ખાસ અપીલ
કેરળ કોંગ્રેસે દાવો કર્યાે હતો કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભીડની સમસ્યાનો સામનો કરવા માટે ટ્રેનોની સંખ્યા વધારવા માટે પાર્ટીના આહ્વાનને સાંભળ્યું ન હતું
‘ડિયર અમિતાભ બચ્ચન…’, કેરળ કોંગ્રેસે રેલ મંત્રી પર લગાવ્યો આરોપ
કેરળ, કેરળ કોંગ્રેસે ગુરુવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ખીચોખીચ ભરેલી ટ્રેનનો વીડિયો શેર કર્યાે છે. આ વિડીયો સાથે લખાયેલ કેપ્શન “ડિયર અમિતાભ બચ્ચન…” થી શરૂ થયું હતું અને બોલિવૂડ અભિનેતાનું એકાઉન્ટ પણ પોસ્ટમાં ટેગ કરવામાં આવ્યું હતું.કેરળ કોંગ્રેસે પોતાની પોસ્ટમાં અમિતાભ બચ્ચનને વિનંતી કરતા કહ્યું કે, “અમને તમારી થોડી મદદની જરૂર છે. કરોડો સામાન્ય લોકો આ રીતે મુસાફરી કરવા મજબૂર છે.
રિઝર્વેશન કોચ પણ લોકોથી ભરેલા છે. ઉત્તર ભારતમાં તાપમાન ૫૨ ડિગ્રી સેલ્સિયસ છે. અને આ વીડિયો ગોરખપુરનો છે, જ્યાં યુપીના મુખ્યમંત્રી છે.”વીડિયોમાં ટ્રેનની અંદર ભીડથી ભરેલો ડબ્બો દેખાય છે, જેમાં લોકો ગરમીથી ઝઝૂમી રહ્યા છે. તેઓ પ્લાસ્ટિકના પંખાનો ઉપયોગ કરીને ગરમીથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. કેન્દ્ર સરકારની ટીકા કરતા કેરળ કોંગ્રેસે કહ્યું કે છેલ્લા એક દાયકામાં દેશની વસ્તીમાં ૧૪ કરોડનો વધારો થયો છે, પરંતુ ટ્રેનોની સંખ્યા તેના અનુરૂપ નથી.
ઘણી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી અડધી ખૂબ ઓછા મુસાફરો સાથે ચાલી રહી છે.પછી કેરળ કોંગ્રેસે પોસ્ટમાં જણાવ્યું કે તેણે બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને શા માટે ટેગ કર્યા.પાર્ટીએ દાવો કર્યાે હતો કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનોની સંખ્યા વધારવાની પાર્ટીની વિનંતીને સાંભળી ન હતી. કેરળ કોંગ્રેસે કહ્યું, “તેઓ (રેલવે મંત્રી) અમીરો અને સેલિબ્રિટીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ઝડપથી જવાબ આપે છે,
પછી ભલે વિનંતી હેક થયેલ ટિ્વટર એકાઉન્ટને પુનઃપ્રાપ્ત કરવાની હોય.”પાર્ટીએ આ મુદ્દા પર ધ્યાન દોરવા માટે અમિતાભ બચ્ચનના સ્ટારડમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યાે. કેરળ કોંગ્રેસે કહ્યું, “સામાજિક કારણો પ્રત્યેના તમારા પ્રભાવ અને પ્રતિબદ્ધતાને જોતાં, અમે તમને આ બાબતે ટ્વીટ કરવા વિનંતી કરીએ છીએ. તમારું સમર્થન આ લોકોની દુર્દશા તરફ ધ્યાન દોરશે અને સંભવિત રીતે “મદદ કરી શકે છે.”