સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ આપનાર એન્જિનિયરની ધરપકડ કરાઈ
ઘાટકોપર હો‹ડગ કેસમાં બીજી ધરપકડ
મનોજ રામકૃષ્ણ મુંબઈ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે અધિકૃત એન્જિનિયર છે
મુંબઈ, ઘાટકોપર હો‹ડગ પડવાથી ૧૭ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ઈગો મીડિયા કંપનીના માલિક ભાવેશ ભીંડેની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. હવે આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મનોજ રામકૃષ્ણની ધરપકડ કરી છે. મનોજ રામકૃષ્ણ એ જ વ્યક્તિ છે જેણે ઘાટકોપરના હો‹ડગ્સ લગાવવા માટે ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપ્યું હતું.
મનોજ રામકૃષ્ણ મુંબઈ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે અધિકૃત એન્જિનિયર છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ શુક્રવારે મનોજ રામકૃષ્ણને કોર્ટમાં રજૂ કરશે અને તેની પોલીસ કસ્ટડીની માંગણી કરશે. હવે મુંબઈ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું મનોજ રામકૃષ્ણએ પોતાની મરજીથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ઈશ્યુ કર્યું હતું કે પછી તેને ઈશ્યૂ કરવાનું કહેવામાં આવ્યું હતું.
૧૩ મેના રોજ, મુંબઈના ઘાટકોપરમાં ધૂળની ડમરીઓ અને જોરદાર પવનને કારણે છેડા નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર એક મોટું હો‹ડગ પડી ગયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ હો‹ડગ ગેરકાયદેસર હતું અને ૧૫ હજાર ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં લગાવવામાં આવ્યું હતું. આ હો‹ડગનું નામ લિમ્કા બુક ઓફ રેકોડ્ર્સમાં પણ નોંધાયેલું હતું. હાલમાં દ્ગડ્ઢઇહ્લની ટીમો સતત સ્થળ પર કેમ્પ કરી રહી છે અને કાટમાળમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ દુર્ઘટના બાદ ૬૦ કલાક બાદ બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.ss1