માતા બનવું અને પરિવારની સંભાળ લેવી એ ખૂબ થકવી દે તેવાં કામ છે:એશા ગુપ્તા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/esha.jpg)
એશા ગુપ્તાએ હાલ એક રેસ્ટોરેન્ટની ચેન શરૂ કરી છે
‘મહિલાઓએ આન્ત્રપ્રિન્યોર બનવા માટે પ્રેશર અનુભવવાની જરૂર નથી ’
મુંબઈ,તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ એશા ગુપ્તાએ પોતાના પતિ મેન્યુઅલ કેમ્પોસ ગુલરે કઈ રીતે તેને પોતાનો બિઝનેસ શરૂ કરવામાં મદદ કરી તે વિશે વિગતે વાત કરી હતી. એશાએ હાલ એક રેસ્ટોરેન્ટની ચેન શરૂ કરી છે. એશાએ જણાવ્યું હતું કે, “જો ખરી વાત કરું તો આ એક સિદ્ધિ છે અને હું મારી જાત પર ખૂબ ગૌરવ અનુભવું છું. કોઈ પણ કામ બિલકુલ નવેસરથી શરૂ કરવું અને તેને સાકાર થતાં જોવું મોટી વાત છે.મેડ્રિડ મારા માટે બીજું ઘર છે.
બસ આ તક મળી અને હું પાર્ટનરશિપમાં કૂદી પડું એ જ મને સાચું લાગ્યું.” એશાને પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ વિશે તેણે કહ્યું, “હું હંમેશા ફરિયાદ કરતી રહેતી કે સ્પેનમાં વેજીટેરિયન ફૂડ કોઈ વિકલ્પો અને સારી જગ્યા નથી, તો જ્યારે અમે આ કન્સેપ્ટ સાથે આવતાં હતાં, તો મારી પહેલી પ્રાથમિકતા એ જ હતી કે બહુ સારા વેજીટેરિયન ઓપ્શન પણ હોય અને લોકો તેને ખૂબ માણે. સ્વાદિષ્ટ ભોજન ઉપરાંત મેડ્રિડના જાણીતા વિસ્તારમાં એક સારા એમ્બિયન્સ વાળી રેસ્ટોરન્ટ હોય.” હાલ એશા આન્ત્રપ્રિન્યોર બનીને ખુશ છે સાથે તે એ માન્યતાને પણ તોડવામાં માને છે કે કોઈએ આન્ત્રપ્રિન્યોર બનવાના પ્રેશરમાં ન આવવું જોઈએ.
“મને ખોટી ન સમજશો, પરંતુ હું નથી માનતી કે કોઈએ પણ બીજા સાથે સરખામણી કરીને પ્રેશરમાં આવવું જોઈએ. હું એક્ટ્રેસ તો અચાનક અને ઇશ્વરની ઇચ્છાથી બની ગઈ ગતી પરંતુ બિઝનેસ હું મારી જાતે ખડો કરી રહી છું. મેન લાગે છે કે દરેકે પોતાને પોતાના માટે જે યોગ્ય લાગે તે કામ કરવું જ જોઈએ. મારામાં પહેલાંથી જ ‘બનિયા બુદ્ધિ’ હતી એવું કહેતાં બધાં. પરંતુ માતા હોવું અને પરિવારની કાળજી રાખવી એ પણ થકવી દેનારું છે
, તો હું કહીશ કે મહિલાઓએ પોતે જેમાં થુશ હોય એ જ કામ કરવું જોઈએ, સમાજની કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં, પંરતુ તેઓ જે પણ કરે તેમાં તેમને રિસ્પેક્ટ મળવો જોઈએ.” હાલ, એશા જીવનમાં જે કરે છે અને જે લોકો સાથે છે તેમાં ખુશ છે. તે કહે છે, “હું ખૂબ સંતોષ અનુભવું છું, બહુ વધારે નહીં કારણ કે અંગત જીવનમાં અને પ્રોફેશનલ લાઇફમાં પણ હજુ ઘણું કરવાનું બાકી છે, મેં તો હજુ શરૂઆત કરી છે. હજુ ઘણી યોજનાઓ છે, તેના પર હવે ધ્યાન આપવા માગું છું.”ss1