ફોટો અપોર્ચ્યુનિટી માટે મલાઈકાએ રસ્તા પરથી કચરો ઉપાડ્યો હોવાના આક્ષેપ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/03/malaika4-e1680176851448.jpg)
મલાઇકા અરોરા બોલિવૂડની સૌથી વધુ ફિટ એક્ટ્રેસ તરીકે જાણીતી છે
મંગળવારે મલાઇકાનો એક વીડિયો એવો વીડિયો ફરતો થયો હતો, જેમાં આ એક્ટ્રેસનું એક નવું સ્વરૂપ જોવા મતું હતું
મુંબઈ, મલાઇકા અરોરા બોલિવૂડની સૌથી વધુ ફિટ એક્ટ્રેસ તરીકે જાણીતી છે. તેના સઘન વર્કઆઉટ રૂટિન અને જીમ જતા વાયરલ વીડિયો તેનાં પુરાવા છે. દરેક વખતે તે પોતાના સ્ટાઇલિશ જીમ અટાયરમાં બહાર નીકળે કે પછી તેની સખત ટ્રેઇનિંગની વીડિયો પોસ્ટ કરે તેવી તરત જ તે તેના ફૅન્સ અને જીમ માટે ઉત્સાહી લોકોના ધ્યાનમાં આવી જાય છે અને તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. મંગળવારે મલાઇકાનો એક વીડિયો એવો વીડિયો ફરતો થયો હતો, જેમાં આ એક્ટ્રેસનું એક નવું સ્વરૂપ જોવા મતું હતું. આ વીડિયોમાં તે જીમમાં જતી વખતે રસ્તામાં પડેલો કચરો ઉપાડતી જાવો મળી, જે તેનું રુટીન છે. દરવાજા પર કચરો પડેલો જોઈને મલાઇકાએ તરત આ પગલું લીધું. પહેલાં તેણે નીચે પડેલો કચરો પગથી એકઠો કર્યાે અને પછી હાથમાં ઉઠાવીને તેને યોગ્ય રીતે ડસ્ટબિનમાં ફેંક્યો. આમ અચાનક સફાઈ કરતી મલાઇકા પાપરાઝીના કૅમેરામાં કેદ થઈ ગઈ. જીમમાં જતાં તેણે ફોટોગ્રાફર્સને હેલો કહીને તેમનું અભિવાદન પણ કર્યું. આ વીડિયો તરત લોકોના ધ્યાનમાં આવી ગયો અને ઘણા લોકોએ તેનાં વખાણ પણ કર્યાં. તેમણે કહ્યું કે તેની ફિટનેસ જ નહીં પણ કામ પણ પ્રેરણા આપે તેવા છે. જોકે, કેટલાંક લોકોએ તેને આ મુદ્દે ટ્રોલ પણ કરી, તેના પર કૅમેરા માટે જાતે કરીને યોજનાપૂર્વક સફાઈ કરવાનો આક્ષેપ કર્યાે હતો. કોઇએ લખ્યું,“રોલ કૅમેરા, એક્શન”, તો કોઈએ લખ્યું, “મલાઇકાને ખબર છે કે કૅમેરા ચાલુ છે.” ઘણાએ દલીલ કરી કે માત્ર દેખાડા માટે તેણે આવું કર્યું છે. કોઈએ લખ્યું કે, “આવા લોકો પોતાના ઘરમાં ક્યારેક કચરો નહીં ઉપાડે પણ કૅમેરા સામે રસ્તા પરના કચરા ઉપાડશે.”ss1