‘પુષ્પા ૨’નું બીજું સોન્ગ ૬ ભાષામાં શેર થયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/gamgamganesha-1024x683.jpg)
રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ તેની અને આનંદ દેવરકોંડાની ફિલ્મ ‘ગમ ગમ ગણેશા’ની પ્રી રિલીઝ ઇવેન્ટમાં હાજરી આપી હતી
રશ્મિકા ફિલ્મોની ઇવેન્ટમાં અંગ્રેજી કેમ નથી બોલતી?
મુંબઈ, રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ તેની અને આનંદ દેવરકોંડાની ફિલ્મ ‘ગમ ગમ ગણેશા’ની પ્રી રિલીઝ ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ હતી. જેમાં કેટલાંક તેલુગુ નહીં સમજતાં ફૅન્સ દ્વારા એવી ઇચ્છા જાહેર કરવામાં આવી કે, તે ઇંગ્લિશમાં બોલી હોત તો સારું હતું. એક ફૅન દ્વારા ટ્વીટરમાં લખવામાં આવ્યું કે, “તમે તેલુગુમાં જ બોલવાનું ચાલુ રાખ્યું, જે અમને સમજાયું નહીં. તમને નથી લાગતું કે ઉત્તરમાં પણ તમારા ફૅન્સ છે અને એમને પણ તમે જે બોલો એ સાંભળવું ગમશે? જો તમે ઇંગ્લિશમાં બોલશો તો વધારે લોકો તમને સમજી શકશે, માત્ર ઉત્તરમાં જ નહીં પરંતુ જે લોકો કન્નડ, તમિલ કે મલયાલમ બોલે છે તેમને પણ સમજાશે.” આ મુદ્દે જવાબ આપતા, રશ્મિકાએ સ્પષ્ટતા કરી હતી કે તે કેમ અંગ્રેજી બોલતી નથી.“હું પૂરા પ્રયત્ન કરું છું કે હું કે હું અંગ્રેજીમાં બોલું, જેથી બધાં જ મને સમજી શકે, ભલે તે કોઈ પણ રાજ્યના હોય. પરંતુ જ્યારે એવા ઘણા લોકો હોય જે હું તેમની ભાષામાં બોલું એવું ઇચ્છતા હોય છે ત્યારે એમને એવું લાગશે કે હું એમનું માન જાળવતી નથી અથવા તો હું એમની ભાષા જાણતી નથી. છતાં – હું બનતાં બધાં જ પ્રયત્ન કરીશ.” મંગળવારે આનંદ દ્વારા રશ્મિકાની મજાક કરતો વીડિયો એક્સ પર વાયરલ થયો હતો. આનંદે રશ્મિકાને પૂછ્યું કે તેને કોની સાથે કામ કરવામાં સૌથી વધુ મજા આવે છે. તો ફૅન્સ દ્વારા ‘રાઉડી’ના નામની બૂમો પાડવામાં આવી હતી અને રશ્મિકાએ હસતાં હસતાં કહ્યું હતું કે, “ વિજય દેવરકોંડા”. રશ્મિકાની હિન્દી અને તેલુગુમાં ઘણી ફિલ્મો આવી રહી છે. હિન્દીમાં તે સલમાન સાથે ‘સિકંદર’ કરી રહી છે અને વિકી કૌશલ સાથે ‘છાવા’ કરી રહી છે, જ્યારે તેલુગુમાં તે ‘પુષ્પાઃધ રુલ’ માં અલ્લુ અર્જૂન સાથે અને ‘કુબેરા’માં ધનુષ સાથે જોવા મળશે. આ સિવાય તેની ગર્લફ્રેન્ડ અને રેઇન્બો પણ આવી રહી છે. રશ્મિકાએ ‘ગમ ગમ ગણેશા’નું પ્રમોશન શરૂ કર્યું છે ત્યારે ’પુષ્પા ૨’નું બીજું સોન્ગ છ ભાષામાં રિલીઝ થયું છે. તેલુગુમાં આ ગીતના શબ્દો ‘સુસેકી’ રખાયા છે, જ્યારે હિન્દીમાં તેને ‘અંગારો’ શબ્દો સાથે તૈયાર કરાયું છે. હિન્દી અને સાઉથની ચાર ભાષા ઉપરાંત બંગાળીમાં પણ આ પુષ્પરાજ અને શ્રીવલ્લીની રોમેન્ટિક કેમિસ્ટ્રી દર્શાવતું ગીત ધૂમ મચાવી રહ્યું છે.ss1