ધનસુરાના વ્યાજખોરોના ત્રાસથી :બે બાળકો મૂકી ૭ દિવસથી પરિવાર ગુમ
ધનસુરા:જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થીક સંકડામણના કારણે પોતાના સારા નરસા પ્રસંગો ઉકેલવા અને જરુરીયાતો પુરી કરવા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણા મેળવતા હોય છે. જેનો ફાયદો ઉઠાવી વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે. અને જો વ્યાજ કે મુદલ ન ચુકવી શકાય તેની મિલ્કતો ગેર કાયદેસર રીતે ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે.પરંતુ સામાન્ય વ્યક્તિઓ તેમના ડરના કારણે પોતાના જીવનનો અંત આણી દેતા હોય છે. કેટલાક પરિવારો ઘરબાર ત્યજી વ્યાજંકવાદીઓના ત્રાસથી પલાયન થઇ જવા મજબુર બને છે આવામાં પોલીસ મૂકરક્ષક બનીને માત્ર ફરિયાદ લખવાના નાટકો કરતી હોય છે વ્યાજંકવાદીઓ કાયદા સાથે રમત રમવામાં તેમને કોઇ પણ પ્રકારનો ડર લાગી રહ્યો નથી.અરવલ્લી જીલ્લા પોલીસ તંત્રની નિષ્ક્રિય કામગીરીના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
ધનસુરા ગામમાં રહેતા એક શ્રમજીવી પરિવાર ૧૬ વ્યાજખોરના ચક્રવ્યૂહમાં ફસાતા ૧૪ વર્ષીય પુત્ર અને ૧૧ વર્ષીય પુત્રી પાડોશીના ઘરે મૂકી ૭ દિવસ અગાઉ ૭ વર્ષના પુત્ર સાથે ગુમ થઇ જતા ભારે ચકચાર મચી હતી.
ઘર છોડતા પહેલા શ્રમજીવી પરિવારે ચિઠ્ઠી લખી વ્યાજખોરોના ત્રાસ અસહ્ય બનતા ઘર છોડવા મજબુર બન્યા હોવાની ચિઠ્ઠી મૂકી જતું રહેતા ધનસુરા પોલીસે ૧૫ વ્યાજખોરો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વ્યાજંકવાદીઓ સામે ગુન્હો નોંધાતા ધનસુરા છોડી રફુચક્કર થયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને વ્યાજંકવાદીઓ ને શખ્ત કાયદાનો પાઠ ભણાવવામાં આવેની માંગ પ્રબળ બની છે.
ધનસુરાના જનતા નગરમાં રહેતા કાળાભાઇ મગનભાઈ ખાંટે ધનસુરામાં નાણાં ધીરધારનો ધંધો કરતા ૧૬ જેટલા શખ્શો પાસેથી જરૂરિયાત હોવાથી વ્યાજે નાણાં લીધા હતા વ્યાજખોરોએ મૂડી અને વ્યાજ કરતા વધુ નાણાંની માંગણી કરી શ્રમજીવી પરિવારની એક ભેંસ, બે ગાય, પતરા, ઘરમાં રહેલી પાઈપો, સોનાની બુટ્ટીઓ, છડા , બેંકમાં પડેલા થોડાગણા નાણાં પણ પડાવી લેતા અને વ્યાજની પઠાણી ઉઘરાણી સતત કરતા અસહ્ય બનેલા વ્યાજખોરોના ત્રાસથી ૭ દિવસ પહેલા બે બાળકોને પાડોશીના ઘરે મૂકી ૭ વર્ષના બાળક સાથે પરિવારે ચિઠ્ઠી લખી ઘર છોડી ગુમ થઇ જતા શ્રમજીવી પરિવારના સાગ-સંબંધીઓએ ભારે શોધખોળ હાથધરાવ છતાં શ્રમજીવી પરિવાર મળી ના આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ધનસુરા પોલીસે શરૂઆતમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવા આનાકાની કર્યા બાદ ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો
ધનસુરા પોલીસે શ્રમજીવી પરિવારની ચિઠ્ઠી અને રાધાબેન શંકર ભાઈ બારિયાની ફરિયાદના આધારે ( ૧ ) પ્રશાંત ગોવિંદભાઇ પટેલ ( ૨ ) વિજયભાઇ સોમાભાઇ પટેલ ( ૩ ) તુશાલભાઇ વસંતભાઈ પટેલ ( ૪ ) સમીરભાઇ પ્રવિણ ભાઇ પટેલ ( ૫ ) તારાબેન જગદીશભાઇ પટેલ ( ૬ ) ભોદી ભાઇ ( ૭ ) અંકીતભાઇરમેશભાઇ પટેલ ( ૮ ) મયંકભાઇ પટેલ ( ૯ ) ચિંતન ભાઇ ( ભુરાભા ઇ ) પટેલ ( ૧૦ ) હિતેશભાઇ ( ડીગા ભાઇ ) ચીમનભાઇ પટેલ ( ૧૧ ) નિખીલભાઇ ( ૧૨ ) જીગર ભાઇ (બંને,સહજાનંદ ફાઈનાન્સ વાળા) , ( ૧૩ ) ચીરાગભાઇ પટેલ (૧૪ ) સોનુ ભાઇ તથા ૧૫ ) મેહુલભાઇ (બંને,સાંઈ ફાયનાન્સવાળા) ( ૧૬ ) સંદિપભાઇ બારીયા (તમામ રહે,ધનસુરા,અરવલ્લી) વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી